પરીક્ષામાં કુલ 180158 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 153394 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્ય. અને જે પૈકી 40880 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા
ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષાનું પરિણામ 26.65 ટકા જાહેર થયું છે. પૂરક પરીક્ષામાં કુલ 180158 વિદ્યાર્ઓ નંધાયા હતા. જેમાંથી 153394 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 40880 પરીક્ષાર્થીઓ પાસ થતાં ધો. 10 એસએસસી જુલાઈ પુરક 2023 પરીક્ષાનું પરિણામ 26.65 ટકા આવ્યું છે.
ડીફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર પરીક્ષાર્થીની સંખ્યા 147 છે. વિદ્યાર્થીઓનું પ્રમાણ 25.09 ટકા, વિદ્યાર્થીનીઓનું પ્રમાણ 28.88 ટકા છે.સંસ્કૃત પ્રથમમાં કુલ 39 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 33 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાંથી 28 પાસ થયા છે. સ્ટાન્ડર્ડ ગણિત વિષયકમાં પૃથ્થક ઉમેદવાર તરીકે 4818 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 4538 ઉમેદવારો હાજર રહ્યા હતા. પરિણામ જાહેર થતાં પાસ થનાર વિદ્યાર્થીઓના આગળ અભ્યાસ કરી શકશે. પરિણામ આવ્યા બાદ એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓને માર્કશીટ પણ સ્કૂલમાંથી આપવામાં આવશે.
પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે સાથે મોબાઈ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશો. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ પરિણામ જાણી શકાશે.