કોણ કહે છે મંદી છે ? ગત વર્ષે પાંચ માસમાં ૧૨,૮૫૦ વાહનો વેંચાયા હતા આ વર્ષે વાહન વેચાણનો આંક બમણો: કોર્પોરેશનની તિજોરીમાં વાહનવેરા પેટે ‚રૂ.૩.૯૪ લાખ ઠલવાયા

નોટબંધી અને જીએસટીના કારણે હાલ માર્કેટમાં ભયાનક મંદી પ્રવર્તી રહી હોવાની વાતો લોકમુખે સંભાળી રહી છે પરંતુ આ તમામ વાતોને ખોટી સાબિત કરે તેવા આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે. છેલ્લા પાંચ માસમાં રાજકોટ શહેરમાં ૨૫,૫૦૩ વાહનો વેંચાયા છે. વાહનના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો આવતા મહાપાલિકાને વાહનવેરા પેટે થતી આવક પણ બમણી થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે મહાપાલિકાની ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ મહાપાલિકા દ્વારા ટુ-વ્હીલરો પાસેથી એક ટકો, ફોર વ્હીલર પાસેથી દોઢ ટકો, સીએનજી વાહનો પાસેથી બંનેના ૫૦ ટકા લેખે વાહન વેરો વસુલવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૧ એપ્રિલથી ૧ સપ્ટેમ્બર સુધીના પાંચ માસના સમયગાળામાં શહેરમાં ૧૨,૮૫૦ જેટલા વાહનો વેંચાયા હતા. જેના થકી મહાનગરપાલિકાને વાહનવેરા પેટે  કરોડની આવક થવા પામી હતી. આ વર્ષે વાહન વેચાણનો આંક બમણો થયો હોય. ટેકસની આવક પણ બમણી થવા પામી છે.છેલ્લા પાંચ માસમાં શહેરમાં ૨૦,૪૫૮ ટુ-વ્હીલરો, ૪૮૩ ૪૫૨૧ ફોર વ્હીલર અને ૨૯ સિકસ વ્હીલર વાહન જયારે ૧૪ અન્ય પ્રકારના વાહનોનું વેચાણ થયું છે. જેના થકી મહાપાલિકાની તિજોરીમાં વાહન વેરા પેટે ‚ા.૩,૯૪,૮૬,૬૭૦ ની આવક થવા પામી છે. જેમાં ટુ-વ્હીલરના વેચાણ થકી મહાપાલિકાની તિજોરીમાં સૌથી વધુ ૯૭ લાખ ‚પિયા ઠલવાયા છે. નાણાકીય વર્ષ પુરુ થવાના આડે હજી પુરા ૭ મહિના બાકી હોય આ વખતે વાહનવેરા પેટે મહાપાલિકાને રેકોર્ડબ્રેક આવક થવાની સંભાવના છે. ગત નાણાકીય વર્ષે વાહન વેરાની આવક પેટે આશરે ૫ કરોડ ‚પિયાની વસુલાત થવા પામી હતી. આ વર્ષે આંક બમણો થઈ જાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.