આત્મનિરભર ભારતનાં અભિગમને વ્યવહારૂ વાસ્તવિક અને સુદ્દઢ રીતે પ્રસ્થાપિત કરવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. ચીન પરની નિરભરતા ઘટાડવા અને રસાયણનો કાચોમાલ ચીનમાંથી ઓછા પ્રમાણમાં આયાત કરવો વડે તે માટે સરકારે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સહાયકારી યોજનાઓ બનાવીને ઘર આંગણે કેટલાક ચાવીરૂપ રસાયણ બનાવવાનું આયોજન કર્યું છે.
ચીનમાંથી આયાત ઘટાડવા માટે ઘરે આંગણેકેટલાક ચાવીરૂપ રસાયણો કે જેનો ઉપયોગ દવા બનાવવા માટે જંતુનાશકો અને અન્ય ઉદ્યોગીક વપરાશ કરવામાં આવે છે તેનું સ્થાનિક ધોરણે ઉત્પાદન વધારવા આયોજન કર્યું છે સરકારે આ મુદે રસાયણ વિભાગ સાથે ચર્ચા નો દોર શરૂકરીવને ૭૫ જેટલા સંવેદનશીલ અને ઉપયોગી રસાયણોની યાદીમાં કેટલાક રસાયણોનો વધારો કરીને સહાયકારી યોજનાઓ કે જેમાં ઔદ્યોગિક ખર્ચના ૧૦%નો ઈન્સેટેયુવ આપવાની દરખાસ્તને આગામી પાંચ વર્ષ માટે ૨૫ હજાર કરોડની ફાળવણી કરવાનું નકકી થયું છે. આ પગલુ ભારત અને ચીન વચ્ચે પ્રવર્તમાન તંગદીલીરનો લઈને સરકારે હાથ ધર્યો છે.
ભારત દર વર્ષ ૧.૫ લાખ કરોડની રસાયણોની આયાત કરે છે. જેમાં ૮૫ થી ૯૦ ચીનથી આવે છે. આ રસાયણોનો દવા બનાવવાની સામગ્રી, જંતુનાશકો અને અન્ય ઉદ્યોગો માટે ઉપયોગી પ્રક્રિયા માટે કામમાં લેવાઈ છે.
રસાયણનો કાચામાલ ઘણો ઉપયોગી ઉત્પાદનો માટે ચાવીરૂપ તત્વો છે. દવા જેવા ઉદ્યોગો માટે આ રસાયણો જરૂરી છે. તેના માટે સરકારે પીએલઆઈઓ યોજનાઓ દવા ઉત્પાદન માટે જાહેર કરી છે. જેમાં એપીઆઈ ચાવીરૂપ રસાયણો કે જે હજુ પર ચીનમાંથી આયાત કરવામાં આવે છે. આપણે આપણા ઉદ્યોગને આયાત પરનિરભર ન રાખવા ઘર આંગણે વધારવાનો માહોલ ઉભો કરવો જોઈએ.
રસાયણ વિભાગે એક સમિતિની રચના કરીને પીએલઆઈ યોજનાને અંતિમ દરખાસ્ત તૈયાર કરી તેને તાત્કાલીક કેબીનેટમાં મોકલ્યા પહેલા ખર્ચવિભાગને મોકલવા તૈયારી હાથ ધરી છે.