મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે રાજકોટનાં વેજાગામ પાસે એકેડમીક હાઇટસ પબ્લીક શાળાનું ઉદઘાટન
આપણા ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી અને હાલનાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેમ છે કે આપણા યુવાનો વિશ્વનાં ગમે તેવા પડકારો જીલી શકે તે માટે તેમને અધતન ટેકનોલોજી સોનું શિક્ષણ પુરૂ પાડવાનું છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને રાજય સરકાર આજે અધતન શિક્ષણ પુરૂ પાડવાના નકકર ધ્યેય સો આગળ વધી રહી છે એટલા માટે જ આપણા યુવાનો નીત નવા અભ્યાસક્રમો પ્રાપ્ત કરી શકે તે માટે અલગ અલગ યુનિર્વસીટીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ વેજાગામ ખાતે શાળાનાં અધતન ભવનનું ઉદઘાટન કરતા જણાવ્યુ હતું.
ગુજરાતમાં સૌપ્રમ સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાં ફી નિયંત્રણ પંચ ધ્વારા ફી નિયમન નો કાયદો લાવી ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોનાં શિક્ષણનો માર્ગ ઉજાગર કર્યો છે. આ સો આરટીઇનાં ૨૫ ટકાનાં નિયમ મુજબ ૧.૫ લાખ બાળકોનાં અભ્યાસની ચીંતા રાજય સરકાર કરી છે.
સરકારી શાળામાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે ગુણોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન આ સરકારે કર્યુ છે અને તેના સુખદ પરીણામો પણ પ્રાપ્ત યા છે. સમય સો પરીર્વતન કરતા સરકારી શાળાઓ ડીઝીટલ સ્કુલમાં પરીર્વતીત કરવા ૨૫૦૦ જેટલા શિક્ષકોને તાલીમ આપવામાં આવશે
રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તા મહાનુભાવોનાં હસ્તે મંગલદીપ પ્રગટાવીને રાજકોટ પાસેનાં વેજાગામ ખાતે એકેડમીક હાઇટસ પબ્લીક શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સંસનાં હોદેદારો ધ્વારા રાજયનાં મુખ્યમંત્રીનું ગૌરવપ્રદ અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતું
રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા મહાનુભાવોએ ઉદઘાટન કર્યા બાદ નિમાર્ણ પામેલ અધતન શાળાનાં સંકુલની મુલાકાત લીધી હતી અને શાળાનાં વિવિધ વિભાગોની મુલાકાત લઇને શાળામાં કરવામાં આવનાર શૈક્ષણિક શાળાકિય પ્રવૃતિઓની વિસ્તૃત જાણકારી સંસનાં હોદેદારો પાસેી મેળવી હતી.
ઉદઘાટન સમારોહમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, પુર્વમંત્રી વલ્લભભાઇ કીરીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, નાયબ મેયર ડો. દર્શિતા શાહ,મ્યુની. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્ય્ક્ષ રાજુભાઇ ધ્રૃવ નીતીનભાઇ ભારદ્રાજ , કમલેશભાઇ મીરાણી, ભીખાભાઇ વસોયા, , દેવેન્દ્રભાઇ દેસાઇ, કલ્પકભાઇ મણીયાર ખોડલધામનાં પરેશભાઇ ગજેરા, ડો.અમીતભાઇ હપાણી, રાજકુમાર કોલેજનાં પુર્વ ડાયરેકટરશ્રી ઐયાઝ ખાન, ચેતનભાઇ રૈયાણી વગેરે મહાનુભાવોતા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્તિ રહયા હતાં.
આ તકે સંસનાં શ્રી પ્રેમ ઓઝાએ શાળામાં ચાલતી વિવિધ માહિતી પુરી પાડી હતી અને જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશમાં હાલમાં ૧૦૦ી વધારે શાળામાં બાળકોને શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહયુ છે.
સમારોહની શરૂઆતમાં શાળાનાં નાના નાના ભુલકાઓ ધ્વારા વિવિધ રંગારંગ કૃતિઓ રજુ કરીને ઉપસ્તિ સંતો-મહંતો તા મહાનુભાવો તા નગરજનો, વાલીઓનાં મનમોહી લીધા હતાં. સ્વાગત પ્રવચન પ્રેમ ઓઝાએ તા આભારવિધિ જયપાલસીંહ રાઠોડે કરી હતી. આ કાર્યકમ બાદ મુખ્યમંત્રી સહિતનાં મહાનુભાવોએ હરીવંદના કોલેજની મુલાકાત લઇને ફિઝીયોેરાપી સેન્ટરનું ઉદઘાટન પણ કર્યુ હતું