પોલીસ ધારે તો લોકો સુરક્ષા સાથે અમનથી જીવી શકે: 25 નજરે જોનાર સાહેદ સહિત 190 સાક્ષીના નિવેદન, સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ રેકોર્ડીંગ સહિતના પુરાવા ચાર્જશીટમાં સામેલ કરાયા
અબતક,રાજકોટ
સુરતના પાસોદરા વિસ્તારમાં યુવતીની સરા જાહેર હત્યાના ચકચારી કેસમાં પોલીસે માત્ર છ દિવસમાં 2500 પેઇજનું ચાર્જશીટ તૈયાર કરી રેકર્ડ સર્જી દીધો છે. પોલીસ ધારે તો લોકો સુરક્ષા સાથે અમનથી જીવી શકે છે. તહોમતનામામાં પોલીસે 25 નજરે જોનાર સાહેદ સહિત 190 સાક્ષીના નિવેદન, સીસીટીવી ફુટેજ, મોબાઇલ રેકોર્ડીગ અને એફએસએલ પુરાવા સહિતના પુરાવા આવરી લીધા છે. પોલીસની ઝડપી કામગીરીથી કોર્ટમાં પણ ઝડપી ન્યાયીક પ્રક્રિયા થતી હોવાથી ભોગબનાર પિડીતને પણ ત્વરીત ન્યાય મળી શકે છે.
સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા નંદલાલભાઇ વેકરીયા નામની 21 વર્ષની પટેલ યુવતીની ગત તા.12 ફેબ્રુઆરીના રોજ તેના કાકા અને ભાઇની નજર સામે પ્રેમ પ્રકરણના કારણે ફેનિલ ગોયાણી નામના શખ્સે ધારદાર છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યા બાદ પોતાના હાથે છરીના છરકા કરી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ગ્રીષ્મા વેકરીયાની હત્યા દીન દહાડે સરા જાહેર થઇ હોવાથી હિન્દી ફિલ્મ જેવી થ્રીલર ઉપસ્થિત વ્યક્તિઓએ મોબાઇલમાં રેકોર્ડીંગ કરી વાયરલ કરતા રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્મા વેકરીયાને પરિવારને સાંતવના આપી ન્યાય અપાવવાની આપેલી ખાતરીના પગલે સુરત પોલીસે માત્ર છ દિવસમાં જ ફેનિલ ગોયાણી વિરૂધ્ધ તહોમતનામું તૈયાર કર્યુ હતું.
ફેનિલ વિરૂધ્ધ તપાસનીશ ટીમ દ્વારા 2500 પેઇજનું તૈયાર કરેલા ચાર્જશીટમાં 25 નજરે જોનાર સાહેદ સહિત કુલ 190 સાક્ષીના નિવેદન નોંધ્યા હતા. 188 દસ્તાવેજી પુરાવા, 23 પંચનામાં, સીસીટીવી ફુટેજ અને મોબાઇલ રેકોર્ડીગ સહિતના પુરાવા ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા ઝડપથી ચાર્જશીટ તૈયાર કરતા જેએમએફસી કોર્ટમાં રજુ કરતા નીચેની અદાલત આ ચાર્જશીટ બે દિવસમાં જ સેન્શસ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેશે ત્યાર બાદ એક સપ્તાહમાં જ ફેનિલ ગોયાણી સામેની સુનાવણી શરૂ થઇ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ભાવનગર: ગેંગરેપના કેસમાં પોલીસ 24 કલાકમાં તહોમતનામું તૈયાર કર્યું
ભાવનગરમાં એક સગીરાનું શનિવારે અપહરણ કરી ગેંગરેપ કરાયો હતો. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શખસોની ધરપકડ કરી લીધી હતી અને માત્ર 24 કલાકમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી અપાયા છે. ગેંગરેપના કેસમાં પોલીસે અને તંત્રએ બતાવેલી આ ગંભીરતા અને ઝડપી કાર્યવાહીના બધા વખાણ કરી રહ્યા છે. છે
ભાવનગર શહેરના ભગવતી સર્કલ પાસેથી સગીરાનું અપહરણ કરી ઇકો વાનમાં બેસાડી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાનું અપહરણ કરી ત્રાપજ પાસે અવાવરુ જગ્યા પર લઈ જાય ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. બનાવવા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અહપરણ સાથે દુષ્કર્મ ગુજારનાર એક વિધર્મી સહિત બે આરોપીને ઝડપી પાડયા છે, આરોપીમાં એક વિધર્મી સહિત બે શખ્સોએ ઇકો વાનમાં બેસાડી જય ત્રાપજ નજીક લઈ જવામાં આવી હતી, બાદ અવાવરૂ જગ્યા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
બનાવને લઇ અલંગ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ઘરવામાં આવ્યું હતું. દરમિયાન વહેલી સવારે ત્રાપજ પાસેથી પસાર થતા હતા તે વેળાએ રાત્રી ચેંકીગમાં રહેલ અલંગ પોલીસે શંકાના આધારે ઈકોને અટકાવી તલાશી લેતા ત્રણેય શખ્સની પ્રવૃતિ શંકાસ્પદ જણાતા અને તેની સાથે તરૂણીને નિહાળી પુછપરછ કરતા ત્રણેયની પુછપરછ કરતા સગીરવયની કિશોરી સાથે સામુહીક દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવતા શખ્સોની ધરપકડ કરી લઈ ઈકો ગાડી કબજે લીધી હતી. શખ્સોની ચુંગલમાંથી સગીરાને છોડાવી પોલીસે તેણીનુ મેડીકલ પરિક્ષણ કરાવ્યા બાદ તેનો કબ્જો પરિવારને સોપ્યો હતો.
જ્યારે ઉક્ત ચકચારી બનાવ અનુસંધાને ભોગ બનનાર સગીરાના માતાએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે મનસુખ ભોપાભાઈ સોલંકી (રે. કાળીયાબીડ, ભાવનગર), સંજય છગનભાઈ મકવાણા, મુસ્તુફા આઈનુલહક (રે. બન્ને ત્રાપજ તા. ઘોઘા)ની વિરૂધ્ધ આઈપીસી. 363,376 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આવતી કાલે તમામને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી હાથ ધરાશે.
ગેંગરેપ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. એટલું જ નહીં 24 કલાકમાં પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. કોર્ટે આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસ, મામલતદાર, હોસ્પિટલમાં રજા હોવા છતાં તમામ તંત્રે ખડેપગે રહી માત્ર 24 કલાકમાં પુરાવા એકઠા કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે.