અમદાવાદ સાયબર ક્રાઈમ આઠેક મહિના પહેલા બોગસ ફિંગરપ્રિન્ટબનાવી તેના આધારે રાશનની દુકાનમાંથી જથ્થો ઉપાડી લેવાનાં પકડી પાડેલા કૌભાડમાં રાજકોટ જિલ્લાનાં ૨૫ રાશન વિક્રેતાઓનાં નામ ખુલતા તાત્કાલિક અસરથી આ દુકાનદારોનાં લાયસન્સ રદ કરસ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
સાયબર ક્રાઈમની તપાસમાં રાજકોટ જિલ્લાનાં જે વ્યાજબી ભાવની દુકાનદારોની સંડોવણી ખુલી હતી તેવા ૨૫ દુકાનદારોનાં નામની યાદી ગઈકાલે રાજકોટ જિલ્લાનાં પુરવઠા વિભાગને મોકલવામાં આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ તાત્કાલિક અસરથી રાજકોટ શહેરનાં ૧૧ અને જેતપુર તાલુકાનાં મળીને ૨૫ વ્યાજબી ભાવની દુકાનોનાં લાયસન્સ ૯૦દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
પરવાના રદ કરાયા છે તેમાં મુકેશ જોબનપુત્રા, લાખાભાઈ બગડા, મોનાબેન ચંદારાણા, પ્રભુદાસ કારીયા ,રાફુસા દિનાબેન સુરેશભાઈ, હસમુખ રાણા, એન.ટી. તુરખીયા, એન.એમ.ભારમલ, ઢેબર કોલોની પ્રગતી મંડળ, શોભનાબેન પીપળીયા, રમીલાબેન ઝાલાવડીયા અને દંબાનાં કિશોરભાઈ બારોટ, મનિષ જોબનપુત્રા જયારે જેતપુર તાલુકામાં હિતેષ ત્રિવેદી, કાજી ગફાર – નવાગઢ, નિતીન નાગર , વિજયગીરી ગોસાઈ, સુખદેવ જોષી, સુરેશ જોષી, યોગેશ મહેતા-
જેતલસર, વિજય વઘાસીયા – વીરપુર, બંસરીબેન ગાજીપરા-વિરપુર, તુલજાશંકર જાની -દેવકીગાલોળ, જગજીવન ગોંડલીયા – દેરડી અને દિલીપ ભાયાણી આરબટીંબડી નો સમાવેશ થાય છે.
સાયબર ક્રાઈમ દ્રારા આ કૌભાડની તપાસમાં સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લામાં રાશનની દુકાનેથી બોગસ ફિંગર પ્રિન્ટની મદદથી ખાધ ચીજોનો જથ્થો ઉપાડી લેવાનું ખુલ્યુ હોવાનું જાણવા મળે છે.અમરેલ પકડાયેલા એક શખ્સની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો ખુલી રહી છે.