ઘેટાના મોત અંગે વન્ય પ્રાણી કે જંગલી શ્વાન ? તે અંગે વન વિભાગએ તપાસ હાથ ધરી
શિયાળાની શરૂઆતમાં ગોંડલ પંથકમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓના આંટા ફેરા વધી જતા હોય છે. દરમિયાન ગોંડલ તાલુકાના ડૈયા ગામે પશુપાલકના 25 થી વધુ ઘેટાના મોત નીપજતા વનવિભાગે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.ઘેટા નુ મારણ નથી થયુ ત્યારે ઘેટાના મોત અંગે તપાસ હાથ ધરાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ વન વિભાગના પ્રતિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તાલુકાના ડૈયા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નાજાભાઇ ઝાપડા એ પોતાના 25થી વધુ ઘેટાઓને વાડામાં ખુલ્લા રાખ્યા હોય દરમિયાન મંગળવાર સવારે 25 થી વધુ ઘેટાના મોત નીપજેલા જણાતા વન વિભાગ ને જાણ કરી હતી અને વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જાય તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. હાલ કોઈ વન્ય પ્રાણીના સગડ મળ્યા નથી જંગલી સ્વાનની બીકથી પણ ઘેટાઓના એક સાથે મોત નીપજતા હોય છે. બંને દિશામાં વનતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.