શિક્ષણ વિભાગના પ્રોજેક્ટ અંતર્ગત 25 પ્રોજેક્ટ શાળાનો પ્રારંભ થશે. અગાઉ 85 શાળા શરૂ કરવા માટે આયોજન હતું. પરંતુ સ્ક્રૂટિની સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ હવે 25 શાળા જ શરૂ કરાશે. જેમાં નિવાસી શાળાઓની સંખ્યા 20 તથા રક્ષાશક્તિ શાળાઓની સંખ્યા 5 રહેશે. આ શાળાઓમાં 6400 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાશે. ગુજરાત શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત આ વખતે 85ના બદલે 25 પ્રોજેક્ટ શાળાનો પ્રારંભ થશે. જ્ઞાન શક્તિ અને ટ્રાયબલ નિવાસી શાળામાં 6 હજાર, રક્ષાશક્તિ શાળામાં 350 બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
25 શાળાઓમાં 6 હજારથી વધુ વિધાર્થીઓને પ્રવેશ ફાળવાશે: શાળાઓનો બીજા સત્રથી પ્રારંભ થશે
આ ત્રણેય પ્રકારની શાળાઓનો બીજા સત્રથી પ્રારંભ થશે. આગામી વર્ષે આ શાળાઓની સંખ્યામાં નવો ઉમેરો થશે. આ સિવાય 3 પ્રકારની સ્કૂલ પૈકી નિવાસી શાળાઓ શરૂ કરવા માટે રાજ્યમાંથી 300 કરતા વધુ અરજી આવી હતી. જે પૈકી સ્ક્રૂટિની બાદ 150 અરજી અલગ કરવામાં આવી હતી.
150 અરજીનું પ્રેઝન્ટેશન મગાવ્યું હતું. ત્યારબાદ 75 શાળાની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ 75 પૈકી પણ છેલ્લે 20 શાળામાં તમામ ધારાધોરણનું યોગ્ય પાલન થતું હોવાનું જણાતા તેને ફાઈનલ કરવામાં આવી હતી. બીજી બાજુ 5 રક્ષાશક્તિ સ્કૂલ ફાઈનલ કરાઈ છે. જેથી હવે 20 નિવાસી શાળામાં 300 પ્રમાણે કુલ 6 હજાર, જ્યારે રક્ષાશક્તિમાં 80 લેખે 400 બાળકો મળી કુલ 6400 બાળકોને પ્રવેશ અપાશે.