- પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોના વાર્ષિક વેચાણમાં ૧૫૦ ગણો વધારો:આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
- સારી અને ગુણવત્તાયુક્ત સસ્તી દવાઓને દર્દીઓએ સ્વીકારી:સ્ટોર ધારકો
- PMBJP સ્ટોરમાં ૨૦૦૦ પ્રકારની દવાઓ અને ૨૮૦ સર્જિકલ સાધનોનો સમાવેશ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ખૂબ સારી જાહેરાત કરવામાં આવી છે.પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોએ છેલ્લાં ૮ વર્ષમાં તેમના વાર્ષિક વેચાણમાં ૧૫૦ ગણો વધુ વધારો નોંધાવ્યો છે.સસ્તી કિંમતે ગુણવત્તાયુક્ત દવાઓની માંગમાં ભારે ઉછાળો જોવા મળે છે.પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના (PMBJP) બધાને પોસાય તેવા ભાવે ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ચલાવવામાં આવી રહી છે.ઇન્સ્યુલિન, કાર્ડિયા ,બીપી માટેની શરદી ઉધરસ ની દવાઓ,સ્કીનના ક્રીમ ૭૯ થી ૮૦ ટકા ના ભાવના ઘટાડે દવાઓ પ્રધાનમંત્રી જન ઔષધીમાં મળી રહે છે.ગુણવત્તા યુક્ત દવાઓ મળે છે.સૌરાષ્ટ્ર-રાજકોટ સહિત પ્રધાનમંત્રી જન ઔષધીના વેચાણમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે.સરકારે પ્રોત્સાહન કરવાના જે પ્રયત્ન કર્યા છે તેમજ લોકોએ પણ પ્રધાનમંત્રી જન ઔષધી દવાઓને સ્વીકારી છે. જેના લીધે જે દવા ના વેચાણમાં વધારો થયો છે.પ્રધાનમંત્રી જન ઔષધી દવાઓથી લોકો વધુ અવગત થઈ રહ્યા છે.PM જન ઔષધિ યોજના હેઠળ દેશભરમાં ૯૦ હજાર થી વધુ જન ઔષધિ કેન્દ્રો છે.રાજકોટમાં ૩૫ જેટલા પ્રધાનમંત્રી જન ઔષધીય કેન્દ્ર છે .આ કેન્દ્રો પર દવાઓ વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ કેન્દ્રોમાં ૨૦૦૦ પ્રકારની દવાઓ અને ૨૮૦ સર્જિકલ સાધનોનો સમાવેશ થાય છે.જે તમામ પ્રકારના રોગોને આવરી લે છે. ખાસ વાત એ છે કે આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતા ૫૦ થી ૯૦ ટકા સસ્તી છે.
PMBJP દવાઓની ખરીદી વખતે ગ્રાહકોએ લોગોની ખરાય કરવી:મનન લાલ
પ્રધાનમંત્રી જન ઔષધિ સૌરાષ્ટ્રના મનન ડિસ્ટ્રીબ્યુટર મનનભાઈ લાલે જણાવ્યું કે,જન ઔષધિ સ્ટોરમાં ગ્રાહકોએ દવાઓની ખરીદી કરતી વખતે દવાની સ્ટ્રીપ અને બોક્સ ની પાછળ પ્રધાનમંત્રી જન ઔષધીનો લોગોની ખરાય કર્યા બાદ દવાઓની ખરીદી કરે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઈ માંડવીયા જ્યારે આ ક્ષેત્રમાં આવ્યા.ત્યારે પ્રધાનમંત્રી જન ઔષધીનું ટર્નઓવર ૧૨ થી ૧૫ ટકા હતું.હાલ ૧૨૦૦ કરોડનું ટર્નઓવર થયું છે.યોજનાને પ્રોત્સાહન કરવા પાછળ સરકારે ખૂબ સારી કામગીરી કરી છે અને લોકોએ પણ આ યોજના ને સ્વીકારી છે.ડબલ્યુ એચ ઓ અને જીએમપી સર્ટિફિકેટ પ્લાન્ટમાં આ દવા બનેલી હોય છે.સસ્તી અને ગુણવત્તા યુક્ત થવા થી લોકોને ખૂબ ફાયદો થઈ રહ્યો છે.ઉદાહરણ તરીકે વાત કરવા માં આવે તો એસટલોપેરા જેવી દવા જે ૧૦૯ રૂપિયામાં બજાર માં મળે છે.એ પ્રધાનમંત્રી જન ઔષધીમાં ૧૮ થી ૨૪ રૂપિયામાં મળે છે.
દરરોજના ૨૫૦થી વધુ દર્દીઓ સ્ટોર પરથી દવાની ખરીદી કરે છે:અનિલભાઈ કોઠારી
સૌરાષ્ટ્રનો પ્રથમ રાજકોટના પ્રધાનમંત્રી જન ઔષધીય સ્ટોરના અનિલભાઈ કોઠારીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર ની અમોએ શરૂઆત કરી ત્યારે ૨૫ થી ૩૦ દર્દીઓ અહીં દવા લેવા આવતા હતા હાલ રોજના ૨૫૦ થી ૩૦૦ જેટલા દર્દીઓ પ્રધાનમંત્રી જન ઔષધી ની દવાઓની ખરીદી કરે છે. જે દવાઓનો બજારમાં ૨૦૦ રૂપિયા ભાવ છે.જન ઔષધીમાં માત્ર ૬૨ રૂપિયામાં દર્દીઓને મળી રહે છે.જીવન જરૂરિયાતની આજીવન લેવાની દવાઓ જે અન્ય બ્રાન્ડેડ કંપનીની મોંઘા ભાવની હોય છે. તે પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરમાં દર્દીઓના ખર્ચના ભારણને ઓછું કરે છે. સસ્તી અને ગુણવત્તા યુક્ત મળી રહે છે.
સરકારના પ્રોત્સાહને,PMBJPના અધિકારીઓએ અલગ અલગ કેમ્પિયનથી લોકોમાં જાગૃતતા ફેલાવી વેચાણમાં વધારો કર્યો
પ્રધાનમંત્રી જન ઔષધીના અધિકારીઓએ પણ જાગૃતતા ફેલાવવા માટે અલગ અલગ કાર્યક્રમ કરી ખૂબ સારી કામગીરી કરી છે.કાર્ડિયાક,બીપી અને ડાયાબિટીસની દવાઓનું વધુ વેચાણ થઈ રહ્યું છે. ૨૫૦૦ થી ૩૦૦૦ની દવાનો ખર્ચને ઘટાડી દર્દીઓને ૩૦૦ થી ૪૦૦ રૂપિયાના ખર્ચ સુધીમાં મળી રહે છે.પ્રધાનમંત્રી જન ઔષધી દવાઓ થકી લોકોને ખૂબ લાભ મળી રહ્યો છે લોકોના ખર્ચનું ભારણ ઘટ્યું છે. દિન પ્રતિ દિન સ્ટોર પર દવાની ખરીદી નો રહેશો વધતો જાય છે.