પોલીસ કર્મીઓ, મહાનગરપાલિકાના કર્મચારી તેમજ આરોગ્ય કર્મીઓ સહિતનાને સહાયની જાહેરાત બાદ હવે તમામને આવરી લેવાયા
રાજ્ય સરકાર ના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કોવિડ ૧૯ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કોવિડ ૧૯ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાય આપશે તેવો નિર્ણય મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ કર્યો છે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્ય મંત્રીશ્રીએ આ અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓ માટે અને ત્યાર બાદ નગર પાલિકા મહાનગર પાલિકાના સફાઈ અને આરોગ્ય કર્મીઓ રેવન્યુ મહેસુલી કર્મચારીઓ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન ધારકોને કોરોના વાયરસ સંદર્ભની ફરજ સેવા દરમ્યાન કોવીડ ૧૯થી મૃત્યુના કિસ્સામાં આવી ૨૫ લાખ ની સહાય આપવાની જાહેરાત કરેલી છે. હવે તેમણે રાજ્ય સરકારની સેવાના કોઈપણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની કામગીરી દરમ્યાન કોરોનાની અસર થી મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ ૨૫ લાખ રૂપિયાની સહાય આપવાનો ઉદ્દાત ભાવ દર્શાવ્યો છે.