- 48 પાનાના ન્યાય પત્રમાં 10ન્યાય માટે સંકલ્પ કરાયો
એ.આઈ.સી.સી.ના વરિષ્ઠ મહાસચિવ, સાંસદ અને ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી સહિત વરિષ્ઠ આગેવાનઓની ઉપસ્થિતમાં લોકસભા ચૂંટણી માટે ન્યાયપત્ર જાહેર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનાં ન્યાયપત્રમાં યુવાનો, મહિલાઓ, કામદારો, ખેડૂતો, શ્રમિક અને ભાગીદારી માટેની 25 ગેરંટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 48 પાનાના ન્યાય પત્રમાં દસ ન્યાય માટેના સંકલ્પ કરવામાં આવ્યા છે. દેશમાં ભાજપ સરકારના રાજમાં બેરોજગારી, મોંઘવારી, આર્થિક હાલાકી સહિતની મુશ્કેલીઓના અન્યાય કાળને ખતમ કરી કોંગ્રેસ પક્ષ ન્યાય કરશે. આ ન્યાય પત્રમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય, બંધારણીય ન્યાય, આર્થિક ન્યાય, રાજ્ય ન્યાય, સંરક્ષણ ન્યાય, પર્યાવરણ ન્યાય એમ દસ ન્યાય સંકલ્પ આપવામાં આવ્યાં છે. કોંગ્રેસ પક્ષની 25 ગેરંટીઓમાં 30 લાખ સરકારી નોકરીઓ જેમાં તમામ સરકારી ખાલી જગ્યાઓ ભરતી કેલેન્ડર પ્રમાણે ભરવામાં આવશે, યુવાનોની પહેલી નોકરી પાકી જેમાં દરેક શિક્ષિત યુવકને એક લાખની એપ્રેન્ટિસશિપનો અધિકાર, મહાલક્ષ્મી ગેરંટી અંતર્ગત દરેક ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે. કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં મહિલાઓને 50% અનામત આપવામાં આવશે. ખેડૂતોને વાજબી વળતર માટે સ્વામિનાથન પંચની ફોમ્ર્યુલા પ્રમાણે લઘુત્તમ ટેકાના ભાવને કાનૂની દરજ્જો તેમજ કૃષિ લોન માફ કરવામાં આવશે અને તેના અસરકારક અમલ માટે એક કાયમી આયોગની રચના કરવામાં આવશે. મહેનતનું સન્માનની ગેરંટીમાં લઘુત્તમ દૈનિક વેતન રૂ. 400 કરવામાં આવશે અને મનરેગામાં પણ તે લાગુ કરવામાં આવશે. સૌને સ્વાસ્થ્યનો અધિકાર ગેરંટીમાં 25 લાખ રૂપિયાનું સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ, જેમાં નિ:શુલ્ક નિદાન, દવાઓ, સારવાર અને ઓપરેશનનો સમાવેશ થશે. સામાજિક સુરક્ષા અંતર્ગત સામાજિક તેમજ આર્થિક સમાનતા માટે દરેક વ્યક્તિ દરેક વર્ગની ગણતરી હાથ ધરાશે. આમ કોંગ્રેસની પાંચ ન્યાય ગેરંટી થકી તમામ સમાજ, વર્ગ, જ્ઞાતિના લોકોને હક્ક અધિકાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
‘વોર ફોર ન્યાય’ ઝોનના મીડીયા રૂમ, વોરરૂમને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં મીડીયા રૂમ, વોરરૂમ, સ્ટ્રેટેજી રૂમ, કો-ઓર્ડીનેશન રૂમ સહિત 14 જેટલા રૂમોમાં લોકસભા ચૂંટણીની સક્રિય કામગીરી કરવામાં આવશે. વોર ફોર ન્યાય ઝોનની રચના કોંગ્રેસ પક્ષની ‘પાંચ ન્યાય’ હેઠળ 25 ગેરંટીથી થીમ પર બનાવવામાં આવ્યો છે. વોરરૂમ, સ્ટ્રેટેજી રૂમ, મીડીયા રૂમ સહિતની જગ્યાએ યુવા ન્યાય, નારી ન્યાય, કિસાન ન્યાય, ભાગીદારી ન્યાય અને શ્રમિક ન્યાયની મુખ્ય વાતોને અંકિત કરવામાં આવ્યાં છે. વોર ફોર ન્યાય ઝોનના 78 જેટલા કાર્યકર્તા-આગેવાનો ચૂંટણીલક્ષી પ્રક્રિયા પર સતત મોનીટરીંગ કરશે. વોરરૂમમાં 26 લોકસભા માટેના કો-ઓર્ડીનેટર નિમવામાં આવ્યાં છે. વોરરૂમના કો-ઓર્ડીનેટરઓ ચૂંટણી દરમ્યાન રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે. લોકસભાના ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ સાથે વોરરૂમના કો-ઓર્ડીનેટરો ચૂંટણી પ્રક્રિયા, પ્રચાર-પ્રસાર, જાહેર સભાઓ, પ્રેસકોન્ફરન્સ, મીડીયા સંકલન, સ્ટારપ્રચારક સંકલન, પ્રદેશ-રાષ્ટ્રીય આગેવાનોની રેલીઓ-સભાઓ માટેનું સંકલન, વોરરૂમ, મીડીયા સેન્ટર, કમાન્ડ સેન્ટર થી કરવામાં આવશે. રાષ્ટ્રીય નેતૃત્વ સાથે સંવાદ તેમજ વ્યૂહરચના માટે સ્ટેટેજી ઝોનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે બેઠક દીઠ 26 લોકસભા મીડીયા કો-ઓર્ડીનેટર અને વિભાગીય પ્રવક્તાની નિમણુંક કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પ્રદેશ મીડીયા સંકલન સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. મીડીયા સેન્ટર દ્વારા ચૂંટણી દરમ્યાન વિવિધ ચેનલોમાં પ્રતિનિધિ મોકલવા, પ્રેસનોટ, પ્રેસ કોન્ફરન્સ, જાહેર ચર્ચાઓ માટે પ્રતિનિધિ સંકલન કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા વોર ફોર ન્યાય ઝોનનું ઉદઘાટન
વોર રૂમમાં ર6 લોકસભા માટે કો.ઓર્ડિનેટરની નિમણુંક
કોંગ્રેસ પક્ષ દ્વારા *વોર ફોર ન્યાય* ઝોનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં જી મીડીયા રૂમ, જી વોરરૂમ, જી સ્ટ્રેટેજી રૂમ અને જી કો-ઓર્ડીનેશન રૂમ બનાવાયો છે.
વોર ફોર ન્યાય ઝોનની રચના કોંગ્રેસ પક્ષની ‘પાંચ ન્યાય’ હેઠળ 25 ગેરંટીથી થીમ પર બનાવવામાં આવ્યો છે., વોરરૂમ, સ્ટ્રેટેજી રૂમ, મિડિયા રૂમ સહિતની જગ્યાએ યુવા ન્યાય, નારી ન્યાય, કિસાન ન્યાય, ભાગીદારી ન્યાય અને શ્રમિક ન્યાયની મુખ્ય વાતોને અંકિત કરવામાં આવ્યાં છે. વોર ફોર ન્યાય ઝોનના 14 જેટલા રૂમોમાં લોકસભા ચૂંટણીની સક્રિય કામગીરી કરવામાં આવશે. 78 જેટલા કાર્યકર્તા-આગેવાનો ચૂંટણીલક્ષી પ્રક્રિયા પર સતત મોનીટરીંગ કરશે.
વોરરૂમમાં 26 લોકસભા માટેના કો-ઓર્ડીનેટર નિમવામાં આવ્યાં છે. વોરરૂમના કો-ઓર્ડીનેટરઓ ચૂંટણી દરમ્યાન રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે.
લોકસભાના ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ સાથે વોરરૂમના કો-ઓર્ડીનેટરો ચૂંટણી પ્રક્રિયા, પ્રચાર-પ્રસાર, જાહેર સભાઓ, પ્રેસકોન્ફરન્સ, મિડિયા સંકલન, સ્ટારપ્રચારક સંકલન, પ્રદેશ-રાષ્ટ્રીય આગેવાનોની રેલીઓ-સભાઓ માટેનું સંકલન, વોરરૂમ, મિડિયા સેન્ટર, કમાન્ડ સેન્ટરથી કરવામાં આવશે. રાષ્ટ્રીય નેતૃત્વ સાથે સંવાદ તેમજ વ્યૂહરચના માટે સ્ટેટેજી ઝોનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી માટે બેઠક દીઠ 26 લોકસભા મીડીયા કો-ઓર્ડીનેટર અને વિભાગીય પ્રવક્તાની નિમણુંક કરવામાં આવી છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પ્રદેશ મીડીયા સંકલન સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.
મિડિયા સેન્ટર દ્વારા ચૂંટણી દરમ્યાન વિવિધ ચેનલોમાં પ્રતિનિધિ મોકલવા, પ્રેસનોટ, પ્રેસ કોન્ફરન્સ, જાહેર ચર્ચાઓ માટે પ્રતિનિધિ સંકલન કરવામાં આવશે.