હરિયાણાના ઝઝ્ઝરમાં ચાલી રહેલાં પશુ મેળામાં મુર્રા નસલના પાડાની ભારે ચર્ચા છે. આ મેળામાં એકથી એક ચઢિયાતા પાડા સહિતના જાનવર પહોંચ્યા છે, જેની કિંમત લક્ઝરી ગાડિઓથી પણ ઘણી વધારે બતાવવામાં આવે છે. ૨૫ કરોડ રૂપિયા સુધીની કિંમત આંકવામાં આવી હોવા છતાં તેના માલિકા વેચવા માટે તૈયાર નથી. મેળામાં પાણીપતથી આવેલો પાડો શહેનશાહ, કુરૂક્ષેત્રનો સમ્રાટ અને કૈથલના સુલતાનને જોવા લોકોની કતારો લાગી છે. લોકો આમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરે છે. મુર્રા નસલના સમ્રાટ નામના એક પાડાની ઉંચાઈ ૫ ફુટ ૭ ઈંચ છે. જેની કિંમત ૨૫ કરોડ રૂપિયા લગાવવામાં આવી છે. છતાં પણ કુરૂક્ષેત્રના સુનારિયાં ગામના કર્મવીર તેને વેચવા માટે તૈયાર નથી! બ્લેક ગોલ્ડ શહેનશાહઃ નામનો પાડો ૧૫ ફુટ લાંબો છે. અને ૬ ફુટની ઉંચાઈ ધરાવે છે. શહેનશાહ રોજ 10 લીટર દૂધ અને અડધો કિલો ઘી પીવે છે. માલિક નરેન્દ્રના જણાવ્યા મુજબ શહેનશાહ માટે 25 કરોડ રૂપિયાની ઓફર થઈ છે, પરંતુ તેઓ આને વેચવા નથી માગતા.
૨૫ કરોડના પાડા સાથે સેલફી લેવા પડાપડી…
Previous Article૩૦ મહિલાઓને HIV સંક્રમિત કરનારને ૨૪ વર્ષની જેલ
Next Article મહિન્દ્રા લોજિસ્ટિક્સનો આઇપીઓ ફાયદો કરાવશે?