Abtak Media Google News
  • પેન્શન અદાલતમાં 40 થી વધુ પ્રતિનિધિઓ રહ્યા હાજર

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં   પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પેન્શનરો અને ફેમિલી પેન્શનરો પાસેથી પહેલાથી જ અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 25 કેસ મળ્યા હતા, આ તમામ કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, કુલ 16 પેન્શન પે ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા જે ડિવિઝનલ રેલવે મેનેજર  અશ્વની કુમાર દ્વારા હાજર નિવૃત્ત રેલવે કર્મચારીઓને વ્યક્તિગત રીતે આપવામાં આવ્યા હતા.  અશ્વની કુમારે ઉપસ્થિત તમામ પેન્શનરોને ખાતરી આપી હતી કે માત્ર પેન્શન અદાલત દરમિયાન જ નહીં પરંતુ સામાન્ય કામકાજના દિવસોમાં પણ પેન્શનધારકોની સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે અને કાર્મિક અને એકાઉન્ટ વિભાગ હંમેશા સંપૂર્ણ સહકાર આપશે.  પેન્શન અદાલતમાં લગભગ 40 વરિષ્ઠ નાગરિકો/તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પેન્શન અદાલતનું સમાપન સૌહાર્દપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર  મનીષ મહેતા, સિનિયર ડિવિઝનલ ફાઈનાન્સ મેનેજર  કિરેન્દુ આર્ય, આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર (એન્જિનિયરિંગ) કમલેશ દવે, આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાઈનાન્સ મેનેજર  વસંત લાલ પરમાર, વેલ્ફેર ઈન્સ્પેક્ટર, સેટલમેન્ટ સેક્શનની ટીમ. અને એકાઉન્ટ્સ વિભાગ (પેન્શન)ની ટીમનો સ્ટાફ હાજર રહ્યો હતો અને પેન્શન અદાલતને સફળ બનાવી હતી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.