જી, હા, લોકલાડીયા વડાપ્રધાન મોદી સાહેબની ભારતવાસીઓ પ્રત્યેની આત્મીયતા અને લાગણીથી પ્રભાવિત થઇ ગયાં.

તારીખ ૩ એપ્રિલના રોજ વડાપ્રધાને જનહીત માટે પોતાના મનની વાત જનતા સામે વ્યકત કરતાં કહ્યું તા. ૫/૪ ના રોજ રાત્રે ૯ વાગ્યે, ૯ મિનિટ માટે ભારતવાસીઓએ ઘરમાં દીવડાઓ પ્રગટાવી દરેક ઘરને જ નહીં ભારત દેશને ઝળહળતો કરવાનો છે.

જયોતિષીઓએ જયોતિષ જ્ઞાન પ્રમાણે બુઘ્ધિ લગાવી, વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક દ્રષ્ટિ પ્રમાણે વિચાર્યુ પણ જૈનોએ જે વિચાર્યુ છે એ ખરેખર જ અદભૂત અને અકલ્પનીય છે, કારણ કે જૈનોમાં નવના અંકને અખંડ અને લકી માનવામાં આવે છે.

જયારથી મોદીસાહેબે દીપક પ્રગટાવવાનું કહ્યું છે ત્યારથી જૈનોનું કાઉન્ટીંગ શરુ થઇ ગયું

સવારે મોદી સાહેબ લાઇવ આવ્યાએ સમય ૯ વાગ્યાનો નવડી

દીપક પ્રગટાવવાની અંગ્રેજી તારીખ મહીનો ૫/૪ નવડી

રાત્રિનો ટાઇમ નવડી

મિનિટ ૯ નવડી

સમાપન ૯  થી ૯ નવડી

હિન્દુ ૬ઠ્ઠો ચૈત્ર મહિનો તિથિ બારસ ૬+૧૨-૯ નવડી

નવકાર મહામંત્રના પદ ૮ નવડી

અને હાલમાં જૈનોનું પર્વ શાશ્ર્વતી ઓળી જેને નવપદજીની ઓળી પણ કહેવાય છે. ૯ નવડી, અને મોદી સાહેબ જનતા સાથે લાઇવ રહ્યા ૯/૨૭ સુધી ૯+૨૭ – ૩૬ – ૯ ઇન શોર્ટ નવડી,

મોદી સાહેબ આપના પર આપના માતાશ્રીના આશીર્વાદનો અનરાધાર વરસી જ રહ્યા છે. પણ ખરેખર, આપ એ લકકી પરસન છો કે ભગવાન મહાવીર અને સિઘ્ધ ચક્ર ભગવાનના આશીર્વાદ આપને મળ્યા છે અને રવિવાર એટલે રવિને ઉલ્ટો કરો વીર, મહાવીર કહેવાય છે કે જયારે તીર્થકર પરમાત્માના કલ્યાણકો આવે છે,  ત્યારે જે નારકીમાં છોર અંધકાર હોય છે ત્યારે પરમાત્માના કલ્યાણ કે વખતે અજવાળા થાય છે. અને તા.૬ ના રોજ ચૈત્ર સુદ ૧૩ ના દિવસે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક છે એ વખતે સાતે નરકમાં અજવાળા થશે પણ મોદીસાહેબ આપે તો વીર પ્રભુના જન્મ કલ્યાણકની પૂર્વ સંઘ્યાએ, ભગવાનની જન્મભૂમિ આ ભારત દેશને ઝળહળતું કરી દીધું છે. ભગવાન મહાવીર અને સિઘ્ધચક્રજીના આશીર્વાદ આપને એટલે મળ્યા છે આ એ સંકેત છે કે હાલની આ કોરોના મહામારીની પરિસ્થિતિમાંથી ભારતને બચાવનાર ભારતના ભગવાન માત્ર અને માત્ર આપ એક જ છો. દેવ, ગુરુ અને ધર્મ આપની સાથે છે.

આલેખન: ફાલ્ગુની રમેશચંદ્ર શેઠ- ભાયંદર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.