અબતકની મુલાકાતમાં બ્રહ્મ આગેવાનોએ કાર્યક્રમની આપી રૂપરેખા
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશભરના સમસ્ત બ્રહ્મ સમાજ ના લગ્નઉત્શુક દીકરા દીકરીઓને યોગ્ય જીવનસાથી મળી રહે તે માટે સમસ્ત બ્રહ્મ સમાજ લગ્ન સંસ્થાન વેરાવળ સોમનાથ દ્વારા 24 માર્ચ જીવનસાથી પસંદગી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે .
“અબ તક”ની મુલાકાતમાં ભાસ્કરભાઈ જોશી, મહેશભાઈ જોશી રાહુલભાઈ જોશી વિવેકભાઈ જોશી નીલકંઠ ભાઇ દવે ચંદ્રિકાબેન જોશી અને વર્ષાબેન જોશી રીનાબેન રાવલે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે સોમનાથ દાદા ના સાનિધ્યમાં પ્રભાસ પાટણ ખાતે શારદા મઠ ત્રિવેણી સંગમ સામે તારીખ 2 એપ્રિલ 2023 રવિવારે સવારે 9:30 વાગે દીપ પ્રાગટ્ય થી 24માં નવજીવન પસંદગી સમારોહનું પ્રારંભ થશે .
જેનું ઉદ્ઘાટન શારદા મઠના વ્યવસ્થાપક અવધેશજી શુક્લ દ્વારા કરવામાં આવશે.અને માર્ગદર્શન માટે ભાસ્કરભાઈ જોશી સંબોધન કરશે, સંપૂર્ણપણે નિશુલ્ક સેવાના ધોરણે યોજનારા આ જીવનસાથી પસંદગી સમારોહમાં જોડાવા માટે ઉમાકાંતભાઈ જોશી 97 258 580 50 ભાસ્કરભાઈ જોશી (0 28 76) 2465 41 અને મોબાઈલ નંબર 94084 32596 નો સંપર્ક કરવા જણાવ્યું