બે દિવસીય ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાઓ પર કરાશે મંથન: પક્ષના ચૂંટણી લક્ષી કાર્યક્રમો જાહેર કરાશે
ગુજરાત પ્રદેશ ભાજપની આગામી 24મી મેના રોજ કારોબારી બેઠક મળશે જેમાં બે દિવસીય ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાઓ પર વિસ્તૃત મનોમંથન કરવામાં આવશે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે પક્ષ દ્વારા વિસ્તૃત કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવશે.
ગત રવિવાર અને સોમવારના રોજ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં ચૂંટણી લક્ષી મનોમંથન કરવામાં આવ્યું હતુ. ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાઓ પર વિસ્તૃત મનોમંથન કરવા ટુંક સમયમાં કારોબારી બેઠક બોલાવવામાં આવશે.તેવી ઘોષણા કરવામાં આવીહતી.
દરમિયાન આગામી 24મી મેના રોજ કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક મળશે જેમાં ચિંતન શિબિરમાં જે મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તે તમામ મુદાઓ કારોબારી સમક્ષ રજૂ કરવામાં આવશે કારોબારીમાં 400થી વધુ આગેવાનો ઉપસ્થિત રહેશે.
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આગામી દિવસોમાં ચૂંટણી લક્ષીકાર્યક્રમોની જાહેરાત કરવામાંઆવશે. કારોબારી બેઠકમા વિવિધ ઠરાવો પસાર કરી કાર્યક્રમો જાહેર કરાશે.