રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની TAT-HSની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરના 90 કેન્દ્રો ઉપર સૌરાષ્ટ્રના કુલ 20276 ઉમેદવારોની કસોટી-આપી હતી અને કુલ 2486 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના અંદાજ. 20 હજારથી વધુ ઉમેદવારો રાજકોટના 90 જેટલા કેન્દ્રો પરથી પરીક્ષા આપી હતી. આ પ્રિલિમ્સ પરીક્ષા હશે. ત્યાર બાદ મેરીટમાં આવતા ઉમેદવારો માટે આગામી સમયમાં મેઈન્સની પરીક્ષા લેવાશે. ગુજરાત રાજયની હાયર સેક્ધડરી સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ-ટાટ-એચએસની પરીક્ષા યોજાઇ હતી. બપોરે 12થી 3 દરમિયાન 20 વિષયોની આ ટેસ્ટ યોજવામાં આવી હતી. જે અંતર્ગત કુલ 200 માકર્સની ટેસ્ટ યોજાઇ હતી.

જેમાં 100 માકર્સ સામાન્ય અભ્યાસને લગતી ટેસ્ટ યોજાઅ હતી જ્યારે 100 માકર્સની ટેસ્ટ જે તે વિષયની લગતી પૂછાઇ હતી. પ્રત્યેક ટેસ્ટમાં 100-100 પ્રશ્ર્નો પૂછાયા હતા. એકાઉન્ટ એન્ડ કોમર્સ, ગણિત, બાયોલોજી, કેમિસ્ટ્રી, કમ્પ્યુટર, ઈકોનોમિક્સ, અંગ્રેજી, ભૂગોળ, સમાજશાસ્ત્ર, રાજ્ય શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર, કૃષિ વિજ્ઞાન, યોગ અને શારીરિક શિક્ષણ, સંસ્કૃત, સ્ટેટેસ્ટિક, ગુજરાતી, હિન્દી સહિતના વિષયોની પરીક્ષા યોજાઇ હતી. શહેરમાં બે ઝોનમાં પરીક્ષા લેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.