દેશમાં બાળકો સાથે દુષ્કર્મની વધી રહેલી ઘટનાઓ અંગે ચિંતા વ્યકત કરતા સુપ્રીમે તે બાબત ધ્યાનમાં લીધી છે. ૧ જાન્યુઆરીથી ૩૦ જૂન સુધીમાં દેશમાં બાળકો સાથે દુષ્કર્મના કુલ ૨૪૨૧૨ બનાવો બન્યા છે જેની એફઆઈઆર નોંધાઈ છે. કોર્ટે આવા કેસો નિપટાવવા માટે દિશા નિર્દેશો નક્કી કરવાનું પણ મન બનાવી લીધુ છે.

એક જાન્યુઆરીથી જૂન સુધીમાં દેશભરમાં બાળકો સાથે દુષ્કર્મની ૨૪૨૧૨ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાંથી ૧૧૯૮૧ કેસોમાં તપાસ ચાલી રહી છે. જ્યારે ૧૨૨૩૧ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચુકી છે પણ ટ્રાયલ ફકત ૬૪૪૯ કેસમાં જ શરૂ થઈ છે.

તેમાં પણ ફકત ૪ ટકા એટલે ૯૧૧ કેસોનું જ નિરાકરણ આવ્યુ છે. આમા સૌથી વધારે કેસ ઉત્તર પ્રદેશમાં ૩૪૫૭ છે જ્યારે મધ્ય પ્રદેશ બીજા નંબરે છે. ઉલ્લેખનિય છે કે નિર્ભયાકાંડ પછી કાયદામા સુધારો કરીને દુષ્કર્મના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જ એનડીએ સરકારની કેબીનેટે પોકસો એકટમાં સુધારાને મંજુરી આપતા બાળકો સાથે દુષ્કર્મ પર ફાંસીની સજાની જોગવાઈ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.