બૂટ ભવાની ડેરી ફાર્મમાંથી અડદિયાના નમૂના લેવાયાં: પાનની 12 દુકાનોને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર શિતલ પાર્ક ચોક નજીક શાસ્ત્રીનગર શેરી નં.6 કોર્નર પર આવેલી શ્રી બાલાજી ગૃહ ઉદ્યોગમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 240 કિલો વાસી, અખાદ્ય અને બગડેલાં ખજૂર મળી આવ્યો હતો.

જેનો નાશ કરવામાં આવ્યો હતો અને બાલાજી સિલેક્ટેડ ખજૂરના 500 ગ્રામ પેકેઝ્ડનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.

આજે સાધુ વાસવાણી રોડ પર ખાણીપીણી અને ઠંડા-પીણાંની 23 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તમામને 18 વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિને તમાંકુ વેંચવા પર પ્રતિબંધ છે.

તેવું દર્શાવતું બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે શ્રી ઉમિયા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, શ્રી મોમાઇ ડીલક્સ પાન, બજરંગ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ એન્ડ આઇસ્ક્રીમ, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ઉમીયાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ઉમવંશી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, બાલાજી પાન માવાન સ્પેશિયાલિસ્ટ એન્ડ કોલ્ડ્રિંક્સ અને રાધે પાનને નોટિસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત સેટેલાઇટ ચોક મોરબી હાઇવે પર રાધા-મીરા મેઇન રોડ સ્થિત બૂટ ભવાની ડેરી ફાર્મમાંથી શુદ્વ ઘીના અડદિયાના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.