જીનિયસ સ્કુલ આયોજિત અનોખા યુથ ફીએસ્ટામાં પ્રથમ દિવસે ૨૫ હજાર વિદ્યાર્થીઓની પરાક્રમ રેલી
મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, પ્રવાસનમંત્રી અને ડિફેન્સ ફોર્સીસના ઉચ્ચ અધિકારીઓ રહેશે ઉપસ્થિત
વાઘા બોર્ડર પરેડ, નાડા બેટ પ્રદર્શન, મશાલ માર્ચ, નેવી બેન્ડ, પરાક્રમ રેલી સહિતના આકર્ષણો
રાજકોટની જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી અલગ અલગ વીષય આધારિત યુથ ફિયેસ્ટા યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે ડિફેન્સ યુથ ફીએસ્ટાનું આયોજન કરાયું છે. શહેરના રેસકોર્ષ મેદાનમાં ૨૪થી ૨૭મી ફેબ્રુઆરી દરમિયાન ડિફેન્સ યુથ ફીએસ્ટા યોજાશે જેમાં આ વર્ષની થીમ નો યોર ડિફેન્સ ફોર્સ રાખવામાં આવી છે.
આ પ્રદર્શનમાં ઉદઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસનમંત્રી ગણપતભાઈ વસાવા તેમજ ડિફેન્સ ફોર્સીસના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપશે.જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન અને જીનિયસ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ,જય ઇન્ટરનેશનલ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગારડી વિદ્યાપીઠ તથા ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં અભ્યાસ કરતા ૫૦૦૦થી વધુ કે.જી થી પી.જી સુધીના વિદ્યાર્થીઓ અને સંસ્થાના અધ્યાપકો દ્વારા આ પ્રદર્શન માટે ત્યારી કરવામાં આવી રહી છે.
સમગ્ર ઈવેન્ટના સફળ આયોજન માટે જીનિયસ ગ્રૂપના ચેરમેન ડી.વી.મહેતા, એકસ આર્મીમેન કેપ્ટન જયદેવ જોશી, ગારડી વિદ્યાપીઠના વાઈસ ચેરમેન કિરણ શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. આજરોજ ડિફેન્સ યુથ ફીએસ્ટાની માહિતી આપવા જીનિયસ સ્કૂલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજકોટની જીનિયસ સ્કુલ દ્વારા રાજ્યમાં પ્રથમ વખત આપણા દેશમાં હવાઈ સેના, દરિયાઈસેના અને જમીનસેના કઇ રીતે કાર્ય કરે છે તે વિષય પર વિવિધ પ્રોજેક્ટ દ્વારા બાળકોને સૈન્ય પ્રત્યે આકર્ષિત કરવામાં આવશે. રેસકોર્ષ મેદાનમાં ૨૪થી ૨૭ફેબ્રુઆરી દરિમયાન દરરોજ સવારે ૮થી ૧૨ અને સાંજે ૪ થી ૮ ડિફેન્સ યુથ ફીએસ્ટામાં પ્રદર્શન યોજાશે જેમાં પ્રથમ દિવસે એટલે કે ૨૪ ફેબ્રુઆરીએ શહેરની તમામ સ્વનિર્ભર શાળાઓના ૨૫ હજાર વિદ્યાર્થીઓની પ્રકારમ રેલી યોજાશે.
દરરોજ વિવિધ વર્કશોપ, ટ્રેનિંગ અને સ્પર્ધાઓ, વાઘા બોર્ડર પરેડ રેપ્લીકા, નાડા બેટ પ્રદર્શન, નેવી દ્વારા મશાલ માર્ચ, ત્રણેય સૈન્ય પાંખો દ્વારા વિવિધ શસ્ત્રોના લાઈવ ડેમોસ્ટ્રેશન અને પ્રદર્શન અને બી.એસ.એફ દ્વારા ભાંગડા ડાન્સ, મોકડ્રીલ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ વિષયો પર ક્વિઝ પ્રેઝન્ટશન કરવામાં આવ્યું છે. નેશનલ ડિફેન્સ કોનફરન્સ, સૈન્ય દ્વારા ટેસ્ટ ફાયરિંગનું નિદર્શન અને વિદ્યાર્થીઓ દ્વારા ત્યાર કરવામાં આવેલા ૫૦૦ જેટલા નાના મોટા પ્રોજેક્ટમાં રચનાત્મક પ્રદર્શિત કરશે.
ડિફેન્સ યુથ ફીએસ્ટાના મુખ્ય આકર્ષણો
આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણો સમાં પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા ત્યાર કરેલ અન્ડર ગ્રાઉન્ડ બન્કર, રોબોટીક મેડિકલ એડ, ઇમર્જન્સી મોક ડ્રિલ, લેન્ડમાઇનિંગ એન્ટી બોમ્બ રોબોટ, સબમરીન એટેક, આર્મી ટ્રેનિંગ જેવા પ્રોજેક્ટ છે તેમજ પેરેશૂટ વડે પ્લેન લેન્ડિંગ, સ્ટીલ્થ એરક્રાફટ સર્ક્યુલર રન વે, શિપ ટુ શોર કનેક્ટ, ઓઇલ કલેક્ટર, સબમરીન ઇન્ટીરિયર, ઓટોમોનસ અન્ડરવોટર વ્હીકલ જેવા પ્રોજેકટો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ ઉપરાંત આર્મી, નેવી, એરફોર્સ, બી.એસ.એફ, ગુજરાત પોલીસ, ઈસરો અને એન.સી.સી.ના હેડ અને તેમની ટીમ દ્વારા અનેકવિધ મોડેલ અને હથિયારોનું પ્રદર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.ડિફેન્સ યુથ ફીએસ્ટાનો મુખ્ય આશય આજની યુવા પેઢીમાં દેશ ભક્તિનો ભાવ જગાડવા અને દેશની સેનામાં જોડાવા પ્રોત્સાહન આપવાનો છે