આઈએએસ એન.વી. ઉપાધ્યાયની ભાવનગર મ્યુનીસિપલ કમિશ્નર તરીકે નિમણુંક: અધિક કલેકટર કે.બી. ઠાકરને નિમણુંક:અધિક કલેકટર કે.બી. ઠાકરને રૂડાના સીઈઓ તરીકેનો ચાર્જ સોંપાયો
રાજ્યના વહીવટી વિભાગ દ્વારા 24 અધિક કલેકટર કક્ષાના અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે ભાવનગરના મ્યુનિ. કમિશ્નર તરીકે નલીન ઉપાઘ્યાયની બદલી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટના અધિક કલેકટરને રૂડાનો, રીજીયોનલ મ્યુનિ.ના એડિ.કલેકટરને ઈરીગેશનનો અને સુરેન્દ્રનગરના ડી.આરડી.ને વાઈલ્ડ સેચ્યુરીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ વિધાનસભાની ચુંટણીના ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે બદલી અને બઢતીની ઘાણવા કાઢવામાં આવ્યા છે. જ્યારે આજે મોડી સાંજે વહીવટી વિભાગ દ્વારા અધિક કલેકટર કક્ષાના અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં રાજકોટના અધિક કલેકટરને રૂડાનો, રીજીયોનલ મ્યુનિ.ના એડિ.કલેકટરને ઈરીગેશનનો અને સુરેન્દ્રનગરના ડી.આર.ડી.ને વાઈલ્ડ સેચુયરી, જુનાગઢ ડી.આર.ડી.ના પી.જી.પટેલને રાજ એન્ડ રૂરલ વિકાસ ઈન્સ્ટીયુટનો, દેવભૂમી દ્વારકાના અધિક કલેકટર ડી.એમ.જોટાણીયાને ખંભાળીયા, ચીફ એકઝી.ઓફીસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રાજકોટના અધિક કલેકટર કે.બી. ઠાકરને રૂડાના સીઈઓ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયારે મ્યુનિસિપાલીટીના રિજીનલ કમિશનર આઈ.કે. ચૌહાણને સૌરાષ્ટ્ર-કચ્છ સિંચાઈ વિભાગના અધિક કલેકટરનો ચાર્જ સોંપવામા આવ્યો છે.
જીએસએસ શ્રીમતી આઈ.કે. ચૌહાણ, કે.એમ.જાની, કે.એસ.ઝાલા, આર.એમ. રાયજાદા, એસ.એ.પટેલ, જી.ડી.બામણીયા, વાય.એસ. ચૌધરી, પી.એસ. જનકાત, પી.જી.પટેલ, વી.જી. રોર, કે.એસ. યાજ્ઞીક, આર.એચ. ગઢવી, કે.એસ.વસાવા, એસ.આર. ગૌસ્વામી, જે.એસ. પ્રજાપતિ, ડી.એમ. પંડયા, એસ.એન. પરીખ, કે.બી. ઠકકર, બી.એસ.બારડ, જે.કે. જેગોડા, વી.આર. સકસેના, બી.એમ. જોટાણીયા, વી.આર.સકસેના અને પી.વી. વાસૈયા સહિત કુલ 24 અધિકારીઓને તેઓનાં નિયમિત ચાર્જ ઉપરાંત વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયારે ભાવનગર મહાનગરપાલીકાના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નલીન ઉપાધ્યાયની નિમણુંક કરવામા આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. ત્યારે રાજય સરકાર દ્વારા બદલીઓનો ગંજીફો ચીપવામાં આવી રહ્યો છે. દરમિયાન ગઈકાલે 24 GAS કેડરના અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયારે એક ISની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં બદલી બઢતીના ઘાણવો કાઢવામાં આવે તેવી પણ પ્રબળ સંભાવના રહેલી છે.