એટીએસટીમાં એક સપ્તાહમાં રૂ.578 કરોડનું 167 કિલો એમ.ડી ડ્રગ્સ જપ્ત કર્યું
સિંધરોટમાં રૂ.60 હજારના માસિક ભાડે રાખેલ વાડીમાં કેન્સર ની દવાના બહાને કેમિકલ માંથી એમડી ડ્રગ્સ બનાવતા
ગુજરાત એટીએસટી દ્વારા વડોદરા ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી સૌપ્રથમ સિંધરોટ ગામની સીમમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી દરોડો પાડી રૂપિયા 467 કરોડની કિંમતનું 143 કિલો ડ્રગ્સ સાથે પાંચ લોકોની ધરપકડ કરી હતી. જે કેસમાં વધુ તપાસ કરતા વધુ 8 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું ત્યારે ગઈકાલે આરોપીઓને સાથે રાખી સયાજીગંજ વિસ્તારમાં નરોડા પાડતા રૂ.121 કરોડની કિંમતનું 24 કિલો એમડી ડ્રગ્સ શૈલેષ કટારીયાના ઘરમાં કચરાના ડ્રમ માંથી મળી આવ્યું હતું.આમ અત્યાર સુધીમાં સિંધરોટ ડ્રગ્સ કેસમાં એટીએસટીમાં રૂ.578 કરોડની કિંમતનું 167 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. જ્યારે આ મામલે વધુ પૂછતા જ કરતા આરોપીઓએ કબુલાત આપી હતી કે તેઓ 1000 કરોડનું ડ્રગ્સ મુંબઈમાં સપ્લાય કરવાના હતા. પરંતુ તે પહેલા જ તેઓની ધરપકડ એટીએસટી ટીમે કરી હતી.
સિંધરોટ બાદ એટીએસ ની ટીમે સયાજીગંજમાં ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી કરી
ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતા પાંચ શખ્સોને રિમાન્ડ પર મેળવી કરાયેલી પૂછતાછા મુંબઈ 1 હજાર કરોડનું ડ્રગ્સ મોકલવાનો ઓર્ડર મળ્યાની કબૂલાત
વિગતો મુજબ ગુજરાત એટીએસ દ્વારા વડોદરા ગ્રામ્યમાં આવેલા સીંધરોટ ગામમાં મેફેડ્રોન ડ્રગ્સ કેસની ફેક્ટરી પકડાવવાના કેસમાં ઝડપાયેલા સૌમિલ પાઠક, શૈલેષ કટારિયા, વિનોદ મજામા, મોહંમદ દિવાન અને ભરત ચાવડાની પુછપરછમાં એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેમાં આરોપીઓને સાથે રાખીને એટીએસ દ્વારા વડોદરામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી શૈલેષ કટારિયાના સુભાનપુરા ખાતકે આવેલા ભાગ્યલક્ષ્મી સોસાયટી ઘરમાં મોટા પ્રમાણમાં ટ્રક સંતાડવામાં આવ્યું હતું જેમાં પેકિંગ કરી કુલ 24 કિલો એમડી ડ્રગ્સ તપાસ કરતા મળી આવ્યું હતું જેની કિંમત અંદાજે 121 કરોડ આંકવામાં આવી છે.સીંધરોટમાં આવેલી ફેક્ટરીમાં ડ્રગ્સ તૈયાર કરવામાં આવ્યું હતું. જે મુંબઇ સલીમ ડોલાના એજન્ટને મોકલવાનું હતું. બીજી તરફ એટીએસને એવી પણ ચોંકાવનારી વિગતો મળી હતી કે આરોપીઓએ વડોદરાના સયાજીગંજમાં પણ ડ્રગ્સ તૈયાર કરવા માટેનું યુનિટ બનાવ્યું હતું.
ડ્રગ્સની ફેક્ટરી સિંધરોટના જે ખેતરમાંથી ઝડપાઈ તેના માલિક મનહરસિંહ વિક્રમસિંહ જાદવ ઉર્ફે પપ્પુ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. મનહરસિંહ જાદવને ખેતરની જગ્યાનું ભાડું સૌમીલ પાઠક રૂા.60 હજાર મહિને આપતો હતો. એટીએસનાં સૂત્ર મુજબ સૌમીલ પાઠક અને સાગરીતોએ ફેક્ટરી માટે બે મહિના પહેલાં જમીન માલિક સાથે કરાર કર્યો હતો અને સવા મહિના પહેલાં જ ફેક્ટરી શરૂ કરી હતી.
જે સ્થળે દરોડો પાડતા એટીએસને ફેક્ટરી મળી આવી હતી. જ્યાં મેફેડ્રોન તૈયાર કરવા માટેનું યુનિટ 100 કિલો રો મટિરીયલ સાથે મળી આવ્યું હતું. આમ, આ કેસમાં અત્યાર સુધીમાં કુલ રૂ.578 કરોડ રૂપિયાનું મેફેડ્રોન જપ્ત કરાયું છે. જે સૌમિલ પાઠક અને અન્ય આરોપીઓએ સીંધરોટ ખાતેની ફેક્ટરીમાં તૈયાર કર્યું હતું. આ ઉપરાતં, અત્યાર સુધી વડોદરામાંથી 200 કિલો ડ્રગ્સના બે બેચનો જથ્થો અગાઉ તૈયાર કરીને મુંબઇ મોકલાયો હોવાની વિગતો ખુલી છે. જેની કિંમત આશરે એક હજાર કરોડ રૂપિયા જેટલી હતી. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
ચોખાના બાચકામાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હતી
ડ્રગ્સ મામલે એટીએસની ટીમને વડોદરામાં મોટી સફળતા મળી છે જેમાં હાલ અત્યાર સુધીમાં રૂ.578 કરોડનું 167 કિલો એમ.ડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. ત્યારે આ મામલે આરોપીઓની પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે,તેઓ ચોખાના બાચકામાં ડ્રગ્સ ભરીને હેરાફેરી કરતા હતા હોવાનું સામે આવ્યું હતું અને મુંબઈમાં 1000 હજાર કરોડનું ડ્રગ્સ મૂકવાનું હોવાનું પણ જાણવા મળ્યું હતું.