હવે ગુજરાતવાસીઓ રાત્રીનાં જલ્સા કરી શકશે
ગુજરાત ઓપન માર્કેટવાળું પ્રથમ રાજય બન્યું
ગુજરાત સરકારે ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીસ્ટમેન્ટ એકટ-૨૦૧૯નું જાહેરનામું બહાર પાડી દીધું છે. ગુજરાતનાં મોટા શહેરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે પ્લેટફોર્મ, એસ.ટી.બસ સ્ટેશનો, હોસ્પિટલો કે પેટ્રોલપંપ પરની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહ, દવાખાના કે અન્ય વ્યવસાયિક સંસ્થાઓ ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે. જેથી પોલીસ કે અન્ય કોઈ સતા તંત્ર આ દુકાનોને બંધ કરવા ફરજ પાડી શકશે નહીં.
આ નવા જાહેરનામાંથી કયાંકને કયાંક લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી અનિવાર્ય બની છે ત્યારે પોલીસ તંત્રની પણ કામગીરીમાં વધારો થશે તેવી પણ આશા સેવાઈ રહી છે. જયારે ૨૪ કલાક આ તમામ દુકાનો જો ખુલ્લી રહેશે તો આવારા તત્વોનો ત્રાસ પણ વધે ત્યારે પોલીસકર્મીઓની કામગીરીમાં વધારો થાય તેવી પણ આશા સેવાઈ રહી છે જોકે નાના શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો, હોટલો કે અન્ય સંસ્થાનો ખુલ્લા રાખવા માટેનો સમયગાળો ૨૪ કલાકનો નહીં રહે.
મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ મહાનગરો, નેશનલ હાઈવે, રેલવે સ્ટેશન, એસ.ટી.બસ સ્ટેશન સહિતની તમામ જગ્યાઓ પર દુકાનો ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. જયારે નગરપાલિકા વિસ્તારો કે સ્ટેટ હાઈવે પરના સંસ્થાનોને રાત્રે ૨ થી ૬નાં સમયગાળા સિવાયનાં કલાકો દરમિયાન ગમે ત્યારે ખુલ્લા રહી શકશે.
આ સાથે રોજગારીની પણ તકો મહદઅંશે ઉદભવિત થશે. શહેરોમાં કામનાં કલાકોનાં લીધે ખરીદીનો સમય લોકોને મળતો નથી ત્યારે ૨૪ કલાકો દુકાનો ખુલ્લી રહે અને લોકોને શોપીંગમાં અનુકુળતા રહે તે માટે રાજય સરકારે કાયદામાં ફેરફાર કર્યો છે. હોટલો, રેસ્ટોરન્ટ, બજારો, પેટ્રોલપંપ, મોલ અને મલ્ટીપ્લેકસ, સિનેમાગૃહ, દવાખાનાં, આર્કિટેક, ઈજનેર એકાઉન્ટન્ટ, ટેકસ ક્ધસલ્ટન્ટ સહિત અનેકવિધ સંસ્થાઓ ખુલ્લી રહી શકશે.