સરકારી કાર્યાલયો, ખાનગી પેઢીઓ, શાળાઓ, કોલેજો સહિતની સંસ્થાઓ અને વાહન વ્યવહાર બંધ
ભારે વાવાઝોડાની સાથે વરસાદને કારણે જન-જીવન ઠપ થયું હતું. રાજધાની સહીતના પાડોશી જીલ્લાઓમાં શુક્રવારના રોજ એકધારે આખી રાત વરસાદ મન મુકીને વરસ્યો હતો. જેમાં દિવસના તેણે વિસામો કર્યો તો સંઘ્યા થતાં જ વરસાદે ગતિ પકડી લીધી હતી. તીવ્ર વૃષ્ટિએ ચેન્નઇના માયલાપોર, ફોરશોર સ્ટેટ, સાઉથના ઉપનગર તંબરમ, કોરોમ્પેટ અને પલ્લાવરમ શહેરોને જળબંબાકાર બનાવી દીધા હતા.
સરકારની જાહેર કરાયેલી માહીતી મુજબ ચેન્નઇમાં ૧૦૫ મદદનીશ કેમ્પો બનાવવામાં આવશે. તામિલનાડુના ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી કે પલાઇનીસ્વામી એ પાણી ભરાયેલા વિસ્તારોની તેમજ ઉપનગરોની મુલાકાત લીધી હતી. જો કે ચેન્નઇમાં સ્કુલો તેમજ કોલેજો ૩૧ ઓકટોબરથી બંધ છે તે હજુ બંધ જ રાખવામાં આવશે. તો તિરુવાલુર અને કાન્ચીપુરમ જીલ્લાઓમાં તામીલનાડુ સરકારે ખાનગી પેઢીઓને તેમના કર્મચારીઓને પોતાના ઘરેથી જ કામ કરવાનો આદેશ આપ્યો છે. મરિન બિચમાં વરસાદને કારણે ૩૦ સેન્ટીમીટરનો પ્રચંડ વધારો થયો છે.
આ અનરાધાર વરસાદને કારણે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. લોકોને સોશિયલ મીડીયા પરની પૂરની અફવાઓ પર વિશ્ર્વાસ કરવાનું સુચવવામાં આવ્યું છે. ગુરુવારે વરસેલો વરસાદ સતત ર૪ કલાક આવ્યો હતો તે ૮.૩૦ વાગે સવારે ધીમો પડયો હતો. રીલીફ કેમ્પમાં ભોજન કપડા તેમજ જરુરી ચીજ વસ્તુઓનું વિતરણ કરતી વખતે મદ્રાસની અન્ન યુનિવર્સીટીના ઓફીસરે જણાવ્યું હતું કે તેઓ આ સેમેસ્ટરની પરીક્ષા રદ કરશે. ભારે વરસાદને કારણે ટ્રેનો સહીતના વાહન વ્યહારો ઠપ થઇ ગયા હતાં.