સેલ્સમેન, ડિલિવરી મેન અને રેડી સ્ટોક વેચાણ માટે ઉમેદવારોની પસંદગી કરાશે

મોરબીના શિવનગર ખાતે આવેલ શિવનગર પટેલ સમાજ વાડીમાં આગામી તા.૨૩ થી ૨૭ સુધી રોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પતંજલિના માધ્યમથી સેલ્સમેન, ડિલિવરી મેન અને રેડી સ્ટોક વેચાણ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ભારત સ્વાભિમાન ટ્રસ્ટના દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે કે દેશના યુવા ભાઈ બહેનો માટે સ્વામી રામદેવજી મહારાજે પતંજલીના માધ્યમથી સ્વરોજગાર સ્વાવલંબન યોજના શરૂ કરી છે. આ યુવાઓ ૮ થી ૧૫ હજાર સુધીની રોજગારી મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ સેલ્સમેનની કારકિર્દી બનાવવા માંગતા હોય તેવા ૧૮ થી ૪૦ વર્ષ સુધીના ૫૦ ઉમેદવારો તેમજ હોમ ડિલિવરી, રેડી સ્ટોક વેચાણ માટે પતંજલિ નિયમો અનુસાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. શૈક્ષીણીક લાયકાત ધો.૧૨ પાસ , ડ્રાઇવિંગ લાયસન્સ અને પોતાનું વાહન અને દરરોજ સવારે નિયમિત એક કલાક યોગ શિબિર લઈ શકે તેવા યુવા-યુવતીઓની પસંદગી કરવામાં આવશે.

મોરબી જિલ્લા માટે મોરબીના શિવનગરમાં આવેલ શિવનગર પટેલ સમાજની વાડી ખાતે તા.૨૩ થી ૨૭ સુધી રોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે પતંજલિ ચિકિત્સાલય, ગોકુલ કોમ્પ્લેક્સ, ચુકિયા હનુમાન સામે, રવાપર રોડ, મોરબી તથા નરશીભાઈ અંદરપા મો.નં. ૯૮૯૮૩ ૨૦૨૩૩ નો સંપર્ક કરવામાં આવશે.

શિબિરને સફળ બનાવવા પતંજલિ સંસ્થાનના જિલ્લા પ્રભારી રણછોડભાઈ જીવાણી, મહિલા જિલ્લા પ્રભારી ભારતીબેન રંગપરિયા, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, કિસાન પંચાયત પ્રભારી ભુદરભાઈ જગોદણા, કાનજીભાઈ પંચાસરા, હરજીવનભાઈ બાવરવા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.