-
આર્મીના પૂર્વ જનરલ જી.ડી બક્ષી સહિત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
-
દેશના વિવિધ રાજ્યોથી હજારોની સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા
-
આર્મીની વિવિધ પાંખોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી આર્મી અંગે વિધાર્થીઓને માહિતગાર કર્યા
-
રાષ્ટ્રકથા શિબીર જેવા રાષ્ટ્રચેતના જગાવતા માધ્યમોથી યુવાશકિત ભારતભકિત પ્રત્યે પ્રેરિત થાય છે
કોરોના બાદ ફરી એક વખત વિદ્યાર્થીઓમાં દેશદાઝ જગાવવા માટે પ્રાસલા ખાતે રાષ્ટ્ર તથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 19 ફેબ્રુઆરી સુધી ચાલનારી 23મી રાષ્ટ્રકથા શિબિરમાં દેશના વિવિધ રાજ્યોથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં આર્મીના વિવિધ પાકોના જવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આર્મી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા.
કર્ણાટક હાઇકોર્ટના પૂર્વ જજે જણાવ્યું હતું કે હાલ વિદ્યાર્થીઓ પોતાના આત્મચિંતનની સાથો સાથ એકાગ્રતામાં વધારો થાય તે માટે વિદ્યાર્થીઓએ લગનથી કાર્ય કરવું જોઈએ.રાષ્ટ્રપુરૂષો-મહામાનવોના જીવન સંદેશને આત્મસાત કરી દેશ માટે જીવવું દેશ માટે ફના થઇ જવુંનો પ્રબળ રાષ્ટ્રપ્રેમ પ્રત્યેક યુવામાં જાગે તે આવશ્યક છે. ઉપસ્થિત મહાનુભાવોએ સ્પષ્ટપણે ઉમેર્યુ કે, રાષ્ટ્રવાદ એ જ સાચો નાગરિક ધર્મ છે તેને આત્મસાત કરવા રાષ્ટ્રકથા શિબિર જેવા રાષ્ટ્રચેતના જગાવતા માધ્યમોથી યુવાશકિત ભારતભકિત પ્રત્યે પ્રેરિત થાય છે.ઉપલેટા તાલુકાનાં પ્રાસંલા ખાતે શ્રી વૈદિક મીશન ટ્રસ્ટ ધ્વારા આયોજિત 23મી રાષ્ટ્રકથા શિબિરમાં ઉપસ્થિત 15 હજારથી વધારે યુવા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી વૈદિક મીશન ટ્રસ્ટ પ્રાસંલનાં સ્વામીશ્રી ધર્મબંધુજીએ સ્વાગત પ્રવચન કરતા રાષ્ટ્ર કથા શિબિરનો હેતુ અને સંસ્થાની વિવિધ પ્રવૃતિઓની વિસ્તૃત રૂપરેખા આપી હતી. 23મી રાષ્ટ્રકથા શિબિરના આયોજન અંગે સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે કોરોા જેવી મહામારીએ દુનિયાભરના લોકોે એ વાત શીખવી છે કે કોઇપણ વ્યક્તિ માટે આરોગ્યનું સુખ સર્વશ્રેષ્ઠ છે. પૈસા, પદ અને પ્રતિષ્ઠાનું સ્થાન પણ નિરામય આરોગ્ય પાસે ઘણું ઝાંખું છે. રાષ્ટ્રકથા શિબિર યુવાનોા શારીરિક ઘડતરમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
શિબિરમાં દેશની સુરક્ષા જેમના શિરે છે એવી લશ્કરની ત્રણેય પાંખો ભૂમિદળ, હવાઇદળ અને નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો દ્વારા શારીરિક મજબૂતી જાળવવા સાથે રાષ્ટ્ર પ્રત્યેી ફરજ નિભાવવાનું પ્રશિણ આપવામાં આવેછે જે સ્કૂલ, કોલેજો કે અન્ય મહાવિદ્યાલયોમાં મળવું મુશ્કેલ છે. આ ઉપરાંત સરહદ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવા તૈનાત કરવામાં આવતા લશ્કરની ટેન્ક સહિતના શસ્ત્ર સરંજામના સાધનોી વિશાળ પ્રદર્શી ગોઠવવામાં આવે છે.રાષ્ટ્રકથા શિબિરમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના તમામ રાજ્યોી સંસ્કૃતિનું દર્શ થાય છે. જુદા-જુદા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યુવા ભાઇ-બહેો અહીં આવે છે. આ વર્ષ અંદાજ 13 હજાર યુવક-યુવતીઓા ઘડતરની શિબિર યોજાશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, બિહાર, પશ્ર્ચિમ બંગાળથી માંડીને દિલ્હી, મુંબઇ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ મળી 28 રાજ્યોાં યુવાનો શિબિરમાં ભાગ લેશે.
આ પ્રકારની શિબીર ખરા અર્થમાં રાષ્ટ્રનિર્માણનું કાર્ય કરશે : રિટાયર્ડ જનરલ જી.ડી બક્ષી
ભારતીય સૈન્યના જર્નલ જી.ડી બક્ષીએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આ શિબિર બે વર્ષ બંધ રહી હતી પરંતુ હવે જે આ 23મી રાષ્ટ્રકથા શિબિરનું નિર્માણ થયું છે અને આયોજન કરવામાં આવ્યું છે તેનાથી જ્ઞાનની સાથોસાથ રાષ્ટ્ર ભક્તિની સરવાણી વહેતી થઈ છે. આ સરવાણીમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને યુવાધન તરબોર બન્યા છે અને આગામી આઠ દિવસ ચાલનારી આ શિબિરમાં અનેકવિધ વક્તાઓ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ અને માર્ગદર્શન આપશે અને રાષ્ટ્ર નિર્માણમાં કઈ રીતે સહભાગી બની શકાય તે દિશામાં પણ તેઓને તૈયાર કરવામાં આવશે. જરૂરી એ છે કે લોકો વધુને વધુ રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્રભક્તિને અપનાવે જેના માટે યોગ્ય પ્રશિક્ષણ મળતું રહે એ એટલું જ આવશ્યક અને જરૂરી છે.
વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રકથા શિબીર ચાવીરૂપ : જસ્ટિસ પી. ક્રિષ્નાભટ્ટ
કર્ણાટક હાઇકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ પી. ક્રિષ્નાભટે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રકથા શિબિર ચાવીરૂપ છે એટલું જ નહીં લોકો અને વિદ્યાર્થીઓ ખરા અર્થમાં ત્યારે જ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સફળતાપૂર્વક કરી શકશે જ્યાં સુધી લોકો અને વિદ્યાર્થીઓ શિક્ષણની સાથો સાથ રાષ્ટ્રની મહત્વતા સમજશે. હાલ ભારત દિન પ્રતિદિન અને પુત્રોતર પ્રગતિ કરી રહ્યું છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે હાલ જે રીતે ભ્રષ્ટાચાર અને કરપ્શન જે રીતે પગ પેસારો કરી રહ્યું છે તેનાથી બચવા માટે દરેક લોકોએ અને ખાસ ભારતના યુવાધાને આ વસ્તુથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.
રાષ્ટ્ર પ્રેમ એટલે રાષ્ટ્ર તરફની લાગણી અને ઉત્થાન માટે કરવામાં આવેલું કાર્ય
રાષ્ટ્રકથા શિબિરમાં ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રેમ એટલે રાષ્ટ્ર તરફની લાગણી અને તેના ઉત્થાન માટે કરવામાં આવેલું કાર્ય. હાલના તબક્કે લોકો માને છે કે રાષ્ટ્રપ્રેમ એટલે રાષ્ટ્ર માટે લગાવવામાં આવેલો નારો એને રાષ્ટ્રપ્રેમ કહેવાય પરંતુ તે ખરા અર્થમાં સાચો રાષ્ટ્રપ્રેમ નથી. ત્યારે જે પણ વ્યક્તિ અથવા તો આજની યુવા પેઢી રાષ્ટ્ર નિર્માણ માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય તો તેને સર્વ પ્રથમ રાષ્ટ્રને ઓળખવો જરૂરી છે અને રાષ્ટ્રને પ્રેમ કરવો એટલો જ અનિવાર્ય છે. ત્યારે લોકો અને વિદ્યાર્થીઓ કરપ્શન ને તોડી પાડશે અને દિશામાં સહેજ પણ આગળ નહીં વધે તે દિવસે ખરા અર્થમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય ગંભીરતા પૂર્વક થઈ શકશે અને સફળતાના સર્વોચ્ચ શિખરો પણ સર કરવામાં આવશે.