12મી માર્ચે ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાશે
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ખાલી પડેલી અલગ-અલગ 183 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 23,703 ઉમેદવારોએ અરજી કરી છે. આગામી 12 માર્ચના રોજ સવારથી સાંજ સુધી અલગ-અલગ કેટેગરીની જગ્યા માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. જેનું પેપર 100 માર્ક્સનું રાખવામાં આવ્યું છે.
આરોગ્ય શાખામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 117 જગ્યાઓ માટે 15,461 ઉમેદવારોએ, ફિમેલ હેલ્થ વર્કરની 44 જગ્યાઓ માટે 56 ઉમેદવારોએ, ફાર્માસિસ્ટની ચાર જગ્યા માટે 495 ઉમેદવારોએ, લેબ ટેકનિશીયનની સાત જગ્યાઓ માટે 1920 ઉમેદવાર જ્યારે મેડિકલ ઓફિસરની 11 જગ્યા માટે 171 ઉમેદવારોએ અરજી
કરી છે.
આ તમામ જગ્યાઓ માટે આગામી 12મી માર્ચના રોજ સવારે 10 થી સાંજના 5:30 કલાક સુધી અલગ-અલગ સ્થળોએ પરીક્ષા લેવામાં આવશે.