ત્રીજા રાઉન્ડમાં પસંદગી નહીં કરાય તો રાજકોટ માટે સ્માર્ટ સિટી બનવાની તક ખુબ નહીંવત: કમિશનર
કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રમ બે રાઉન્ડમાં ૪૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવશે. તેઓના નામોની ઘોષણા કરી દેવામાં આવી છે. આગામી ૨૩ જૂનના રોજ વધુ ૨૦ શહેરોના નામની જાહેરાત કરાશે. જેમાં રાજકોટની પસંદગી નહીં ાય તો રાજકોટ સ્માર્ટ સિટ બનવાની તક ગુમાવી દેશે.
મહાપાલિકા દ્વારા સ્માર્ટ સિટી માટે અગાઉ બે વખત દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. અન્ય સિટીની સરખામણીએ રાજકોટનું પ્રપોઝલ સા‚ હોવાનું ખુદ રાજય સરકારે સ્વીકાર્યું હોવા છતાં શહેરની પસંદગી સ્માર્ટ સિટી માટે ઈ ન હતી. પ્રમ બે તબકકામાં સ્માર્ટ સિટી માટે પસંદગી ન તા મહાપાલિકાએ ત્રીજા રાઉન્ડ માટે રાત-ઉજાગરા કરી પ્રપોઝલ તૈયાર કરી છે. મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દેશના ૫૧ પૈકી ૧૬ ી ૨૦ શહેરોના નામ સ્માર્ટ સિટી તરીકે આગામી ૨૩મી જૂનના રોજ જાહેર કરવામાં આવશે. તેમાં રાજકોટના નામ સમાવેશ કરી લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. રાજકોટ રાજકોટની પસંદગી ત્રીજા રાઉન્ડમાં નહીં ાય તો સ્માર્ટ સિટી બનવું શહેર માટે અશકય બની જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન રાજકોટની મુલાકાતે આવી રહ્યાં હોય ત્યારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ૨૩મીએ જે શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના છે તેના નામોની જાહેરાત કરાશે તેમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.