દેશની લોઅર કોર્ટમાં આશરે ૨.૫૦ કેસોનો ભરાવો થઇ ગયો
નીચલી કોર્ટોમાં ૨૩ ટકા જજોની જગ્યા ખાલી છે !!! તેના લીધે ડીલેઇડ જસ્ટીસ ડેનાઇટ જસ્ટીસ એ અંગ્રેજ કહેવત જેવો ઘાટ સર્જાયો છે.
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે નીચલી કોર્ટોમાં જજોની ૨૩ ટકા જગ્યા ખાલી પડી છે. તેના લીધે સ્વાભાવિક રીતે જ કેસોનો ભરાવો થઇ જાય છે. આ ર૩ ટકા જજોની જગ્યા ખાલી હોવાના પરિણામે ૨.૫૦ કરોડ કેસોનો ભરાવો થઇ ગયો છે. મતલબ કે પેન્ડીંગ પડયા છે.
જુનીયર જજની નિમણુંક માટેની લાંબી રીક્રુટમેન્ટ પ્રોસેસ આના માટે જવાબદાર હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. જુનીયર જજની રીક્ર્રટમેંટ પ્રોસેસ એટલે કે ૩ તબકકાની હોય છે. જે સુપ્રીમ કોર્ટના જજની રીક્રટમેંટ પ્રોસેસ કરતા પણ ખુબ જ લાંબી છે. તમે નહીં માનો પરંતુ જુનીયર જજ માટેની એવરેજ રીક્રટમેન્ટ સાયકલ એક વર્ષ કરતા પણ વધુ સમયની છે. આને લાંબી રીક્રટમેંટ પ્રોસેસ કહી શકાય અગર ધીમી રીક્રુટમેન્ટ પ્રોસેસ કહી શકાય પરંતુ સત્ય એ છે કે હાલ તૂર્ત નીચલી અદાલતોમાં જજોની ર૩ ટકા સીટો ખાલી છે. જેના લીધે આશરે ૨.૫૦ કરોડ કેસો ન્યાય માટે રાહ જુએ છે લોકોને ન્યાય મોડો મળે છે.
ફિલ્મ જોલી એલ.એલ.બી.-ર માં પણ પેન્ડીંગ કેસની સામે જજોની સંખ્યાનો મુદ્દો હતો.
સુપ્રીમ કોર્ટે આ મામલે દરયિમાનગીરી કરીને કહ્યું કે, જીલ્લા જજની નિમણુંક પ્રક્રિયા બે તબકકામાં જ પૂરી થવી જોઇએ આને તમામ રાજયોએ અનુસરવી પડશે જુનીયર જજની રીક્રટમેન્ટ પ્રોસેસ ભલે હોય પરંતુ તેની અવધિ ટૂંકાવી દેવામાં આવે મતલબ કે પ્રોસેસ ઝડપી બનાવી દેવામાં આવે તો જ લોકોને ઝડપી ન્યાય મળશે.