સ્વામિનારાયણ ગુરૂકુલ, ઈમ્પિરિયલ પેલેસ હોટલ, કડવીબાઈ હોસ્ટેલ, ક્રિષ્ના પાર્ક, રિલાયન્સ મોલ સહિતની સંસ્થા અને હોટલોએ કરેલા વેસ્ટ કમ્પોઝડ માટેના કરારને વધાવતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તમામ હોટેલ અને રેસ્ટોરન્ટ માટે બલ્બ વેસ્ટ જનરેટ કરવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. દરમિયાન સ્વામિનારાયણ ગુરૂકુલ અને ઈમ્પીરીયલ પેલેસ હોટલ સહિત કુલ ૨૩ હોટલ-રેસ્ટોરન્ટ તથા સંસ્થાઓએ બલ્બ વેસ્ટ કમ્પોઝડ માટે મહાપાલિકા સાથે કરાર કર્યા હોવાનું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, તાજેતરમાં મહાપાલિકા દ્વારા બલ્બ વેસ્ટ જનરેટ કરવાનું ફરજીયાત કરાયું છે જે અંતર્ગત ગઈકાલે ઢેબર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ, હોટલ ક્રિષ્ના પાર્ક, હોટલ ઈમ્પીરીયલ પેલેસ, શ્રી વલ્લભ ક્ધયા કેળવણી મંડળ સંચાલિત ક્ધયા છાત્રાલય (કડવીબાઈ હોસ્ટેલ), એપલ બાઈટ હોસ્પિટાલીટી પ્રા.લી., ધ ગ્રાન્ડ ઠાકર, હોટલ જયસન, હોટલ ધ એવરગ્રાન્ટ પેલેસ, રિલાયન્સ મોલ, હોટલ પ્લેટીનિયમ, હોટલ ધ ગ્રાન્ડ રેજન્સી, હોટલ બીઝ મીચીઝ રેસ્ટોરન્ટ, હોટલ ફન રેસીડેન્સી, હોટલ ફોર્ચ્યુન, હોટલ પમ્ફલટ ઈન, હોટલ સરોવર પોર્ટીકો, વેરોના ઈટાલીકા રેસ્ટોરન્ટ, લોન્ચ બોયઝ હોસ્ટેલ, રોયલ રેસ્ટોરન્ટ, સેલ્વાઝ સાઉથ, વિક્રમ ચાવડા ફુડ ઝોન, શ્રી ચાઈનીઝ તથા પલવ હોટલ એન્ડ ફુડઝ દ્વારા પોતાની હોટલ રેસ્ટોરન્ટ કે સંસ્થામાંથી નિકળતા વેસ્ટને પ્રોસેસ કરવા માટે કરાર કરવામાં આવ્યા છે.