વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાાં 13754 વિદ્યાર્થીઓમાંથી  11697 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાથી 2855 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડની પ્રમાણપત્ર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીણામની જાહેરાત કરવામાં આવી હતી ધોરણ 12 સાયન્સનું આજે પ્રસિદ્ધ 23.86 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતિર્ણ થયા હતા. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાાં 13754 વિદ્યાર્થીઓ નોધાયા હતા. તે પૈકી 11697 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી 2855 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. ધોરણ 12 સાયન્સુની આ વખતની પૂરક પરીક્ષામાં 20 પાસિગના ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 ટકા પાસિગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારોની સંખ્યા 19 છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર . આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં  વોટ્સએપ નંબર પર પણ પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થીઓને પરિણામ મેળવવામાં કોઈ તકલીફ ના પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે વોટ્સએપ મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશો. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણી શકાશે.

ધોરણ-10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથ સામાન્ય પ્રવાહના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.10થી 14/07/2023 દરિમયાન લેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.