લોકશાહીમાં પણ માત્ર ગુજરાત નહી પણ સમગ્ર દેશમાં એક આગવું સ્થાન ધરાવતા ગોંડલના 17માં ઉત્રાધિકારી મહારાજા હિમાંશુસિંહજીનો રાજતિલક મહોત્સવ આગામી તા.રરમી જાન્યુઆરી સોમવારના રોજ યોજવામાં આવશે. આ મહોત્સવ 19મી જાન્યુઆરીએ ચાલુ થશે અને ર3મી સમાપન થશે. ચાર દિવસ દરમિયાન અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના છેલ્લા દિવસે દિવ્ય મહાયજ્ઞનું પણ વિશેષ આયોજન કરાયું છે. રાજયતિલક મહોત્સવને લઇ સમગ્ર ગોંડલ પંથકમાં ભારે ઉત્સાહ પ્રવૃતિ રહ્યો છે.

ચાર દિવસ યોજાનારા રાજયતિલકમાં નગરયાત્રા, બ્રહ્મ ચોર્યાસી સહિતના આયોજનો

ગોંડલ રાજયના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહજી જાડેજાના જણાવ્યા મુજબ રાજમાતા કુમુદ કુમારીના માર્ગદર્શન હેઠળ દરબારગઢ મોટી બજાર ખાતે યોજાનાર રાજતિલક મહોત્સવનો પ્રારંભ તા. 19 ના રાજયસુચ પક્ષથી થશે. તા. ર0ને સવારે પુજા, અર્ચના તા.ર1એ બપોરે જલયાત્રા જેમાં આશાપુરા મંદિરથી દરબારગઢ આ યાત્રા પહોચશે તેમજ સાંજના સમયે આરતી અને રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના આખરી દિવસે એટલે કે રરમીએ સિંહાશન પુજા, બપોરના સમયે રાજયાભિષેક પ્રારંભ અને રાજયતિલક વિધી, રાજયગીત, સાંજે આશીવચન પોશાક અને નઝર દરબાર બાદ સાંજે નગરયાત્રાનું ખાસ આયોજન કરાયું છે. પછીના દિવસે એટલે કે ર3મી જાન્યુઆરીએ ચોર્યાસી ઉતરપુજન અને મહાઆરતી સાથે રાજયોત્સવની ભવ્ય પુર્ણાહુતિ થશે.ગોંડલ રાજયના 17માં ઉત્તરાધિકારી મહારાજ હિમાંશુસિંહજીના રાજયતિલક મહોત્સવને લઇને સમગ્ર ગોંડલ પંથકમાં ભારે ઉત્સાહ પ્રવૃતિ રહ્યો છે.

કાર્યક્રમની યાદી

તા. 19 રાજયસુચ પક્ષ
તા. 20 સવારે પૂજા
તા. 21 બપોરે જલયાત્રા, સાંજે આરતી રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ
તા. 22 સિંહાસન પૂજા બપોરે રાજયાભિષેક, સાંજે આશીર્વચન પોશાક અને નઝર દરબાર બાદ નગર યાત્રા યોજાશે
તા.23 બ્રહ્મચોર્યાસી ઉત્તર પૂજન અને મહાઆરતી સાથે રાજયોત્સવની પુર્ણાહુતિ

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.