બે બુટલેગરોની ધરપકડ સાથે રૂ.૭૨૨૨૫નો મુદ્દામાલ કબ્જે કરાયો

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલા શહેરમાં જલારામ સોસાયટીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડેલ છે.ગૌતમ ઉર્ફે ગવો ભરતભાઇ ઉનાવા (ઉ.વ.૩૩ ધંધો.હીરા ધસવાનો રહે.સા.કુંડલા જલારામ સોસાયટી જેસર રોડ) નામનો આરોપી પકડાયો છે જયારે બનાવ સ્થળેથી શારદાબેન બાવચંદભાઇ ઉનાવા (રહે.સા.કુંડલા જલારામ સોસાયટી જેસર રોડ) નાસી ગયેલ છે. આ ઉપરાંત દારૂનો જથ્થો લાવનાર આરોપીઓ પણ નાસી છૂટયા છે. તપાસ બાદ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાડની બોટલો નંગ ૨૨૩ કિ.રૂ.૭૨૨૨૫/- નો મુદામાલ મળી આવેલ છે.

આરોપીઓને  ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલ્પેશ ઉર્ફે આલકુ બાવચંદભાઇ ઉનાવા તથા અમીત ઉર્ફે કાનો ભરતભાઇ ઉનાવા એ રીતેના અલ્પેશની સફેદ કલરની આઇ-૨૦ કારમાં લાવેલ હતા. અમરેલી એસ.ઓ.જી.ટીમને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.