દેને કો ટુકડા ભલા, લેને કો હરિ કા નામ
જનતા રાજાણી ટ્રાન્સપોર્ટના પટાંગણમાં ભવ્ય આયોજન: અન્નકૂટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૪,૫,૬ દ્વારા આગામી તા.૩-૧૧-૨૦૧૯ને રવિવારના રોજ ૨૨૦મો જલારામ જયંતિ મહોત્સવ ઉજવાશે. જલારામ જયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જલારામ જયંતિ મહોત્સવ સાંજે જનતા રાજાણી ટ્રાન્સપોર્ટના પટાંગણમાં પટેલનગર પાસે કુવાડવા રોડ ખાતે યોજાશે. જેમાં સાંજે ૭:૧૫ કલાકે મહાઆરતી, ત્યારબાદ મહાપ્રસાદ અને ભવ્ય અન્નકૂટ દર્શનનો પણ બહોળી સંખ્યામાં ભક્તો લાભ લેશે. જલારામ જયંતિ મહોત્સવની સો બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરાયું છે. આ મહોત્સવમાં મુખ્ય મહેમાનોમાં રાઘવજીભાઈ રાજાણી, રાકેશભાઈ પોપટ, ભિખાલાલ પાંઉ તા ધર્મેશભાઈ ચંદારાણા ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે. જલારામ જયંતિ મહોત્સવને સફળ બનાવવા કાર્યકરો ઘણા દિવસી જહેમત ઉઠાવી રહ્યાં છે. રઘુવંશી યુવા ગ્રુપના કારોબારી સભ્યો પરેશભાઈ પોપટ, અનિલભાઈ રાજાણી, ધર્મેશભાઈ પોપટ, રાકેશભાઈ ભાયાણી, હસુભાઈ ચાંદ્રાણી, યોગેશભાઈ સોમૈયા, મનોજભાઈ ચતવાણી, ભરતભાઈ બલદેવ, ગોપાલભાઈ હિંડોચા, દિપકભાઈ ખખ્ખર, નિલેશભાઈ ચંદારાણા, મહેન્દ્રભાઈ જોબનપુત્રા, મહેશભાઈ ભુપતાણી, પ્રતિકભાઈ પોપટ, રવિભાઈ રાચાણી, આલાપભાઈ મૃગ, નિમેશભાઈ પોપટ, હાર્દિકભાઈ કોટક, મયુરભાઈ સેજપાલ, સંદિપભાઈ કોટેચા, ગીરીરાજભાઈ મિરાણી, ધર્મેશભાઈ કાછેલા, પ્રકાશભાઈ સાતા, દિપભાઈ સોમૈયા, મિતભાઈ રાજાણી, સ્મીતભાઈ રાજાણી, રાઘવભાઈ બલદેવ સહિતના કાર્યકરો મહોત્સવ માટે કાર્યરત છે. જલારામ જયંતિ નિમિત્તે વધુમાં વધુ ભક્તો મહાપ્રસાદ, મહાઆરતી, અન્નકોટનો લ્હાવો લે તે માટે આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.