અમદાવાદના ૨૭૦૦ સહિત રાજયના સ્ટોર્સ રહેશે બંધ
ઉલ્લેખનીય છે કે રાજયભરના ૨૨૦૦૦ કેમીસ્ટોની દુકાન આગામી ૩૦મી તારીખે ર૪ કલાક માટે બંધ રહેશે ત્યારે દર્દીઓને અગાઉથી દવાની વ્યવસ્થા કરી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. દવા લોકોના જીવન સાથે જોડાયેલી આવશ્યક વસ્તુ છે.
રાજ્યની દવાના દુકાનદારો ૩૦ મે એ દવાની દુકાનોની રાષ્ટ્રવ્યાપી હડતાલના અપાયેલા એલાનમાં જોડાશે તેવી જાહેરાત ગુજરાત કેમિસ્ટ એસોસિએશન દ્વારા કરાઈ છે. એસો.ના અગ્રણી પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું છે કે, ૩૦મીએ દવાની દુકાનો બંધ રખાશે. ઓનલાઇન દવાના વેચાણની જે મંજૂરી આપવામાં આવેલી છે તેમાં આડેધડ શિડ્યુલ્ડ દવાનું વેચાણ પ્રીસ્ક્રીપ્શન વગર ઇ રહ્યું છે જેમાં દર્દીઓને પણ નુકસાન ઇ રહ્યું છે. તે સિવાય અન્ય પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો ની. જો કે ઇમર્જન્સી કેસના દર્દીઓને હડતાલના કારણે કોઇ મુશ્કેલી ના પડે તે માટે દુકાનદારોને યોગ્ય વ્યવસ કરવા સૂચના આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અમદાવાદના ૨૭૦૦ મેડિકલ સ્ટોર મળીને રાજ્યના કુલ ૨૨ હજાર મેડિકલ સ્ટોર બંધ રહેશે અને પોતાનો વિરોધ વ્યક્ત કરશે.