રાજકોટ ગુરૂકુળમાં સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ આરતી કરી પ્રાગટયદિનની ઉજવણી

આર્તનાદથી કરાતી પ્રાર્થનાને આરતી કહેવામાં આવે છે’.  દરેક સંપ્રદાયોના નાના મોટા મંદિરોમાં ભગવાનની તેમજ માતાજી તથા ગંગાજી યમુનાજી વગેરે પવિત્ર નદીઓની  ભક્તો ભાવથી આરતી ઉતારતા હોય છે. સંધ્યાના સમયે થતી આરતીના શ્રધ્ધાળુ લોકો દર્શન કરવા આતુર હોય છે એમ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું.સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા શિખરબદ્ધ મંદિરોમાં પાંચ વખત આરતી થતી હોય છે. વહેલી સવારે મંગળા આરતી પછીથી શણગાર આરતી, બપોરે થાળ સમયે રાજભોગ આરતી, સાંજે સંધ્યા આરતી અને રાત્રે શયન આરતી. ઉપરાંત સંતો હરિ ભક્તોના ઘરે પધરામણી એ પધારતા હોય છે ત્યારે પણ આરતી કરતા હોય છે. એ સિવાય હરિભક્તો પણ પોતાના ઘરે રહેલ  ઠાકોરજીની આરતી તથા  નિત્ય પૂજામાં પણ આરતી ઉતારતા હોય છે.

IMG 20221105 WA0012

આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામી એ કહ્યું હતું કે  સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની પ્રથમ આરતી સંવત 1859 ના કાર્તિક સુદિ દશમ, તારીખ: 5, નવેમ્બર 1802 ના દિવસે સોમનાથ- કેશોદ પાસે આવેલ કાલવાણી ગામે ઉતારેલ . એ ” જય સદગુરુ સ્વામી”  આરતી સંપ્રદાયમાં લાખો અનુયાયીઓને કંઠસ્થ હોય છે અને ભાવથી એ નિત્ય બોલતા હોય છે. ” જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ” આ આરતીનો 220 મો પ્રાગટ્ય મહોત્સવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અને તેની દેશ-વિદેશની વિવિધ શાખાઓ તથા સંપ્રદાયના નાના મોટા મંદિરોમાં ભક્તિ ભાવપૂર્વક ઉજવાયેલ હતી.

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ‘હાટડી દર્શન’

Hatadi 1

કારતક સુદ એકાદશીને દેવપ્રબોધિની એકાદશી કહે છે. આ દિવસે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન જાગે છે. બલીના દરબારમાં ગયેલા ભગવાન પુન: સ્વસ્થાનેપધારે છે. ચાર માસ દરમ્યાન ભક્તોએ જે જે તપ કર્યાં, ભગવાનનો વિયોગ વેઠ્યો તેથી પ્રભુ અંતરમાં જાગ્રત થયા, આમ પ્રબોધિની એકાદશીને દેવઊઠી એકાદશી પણ કહેવામાં આવે છે.

ભગવાન સમક્ષ ફળો અને શાકભાજીનો સુંદર હાટ રચવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ 72 પ્રકારનાં શાકભાજી અને30 પ્રકારનાં ફળોનો હાટ રચવામાં આવ્યો હતો જેમાં શાકભાજી અને ફળોના નૈસર્ગિક ગુણધર્મો અને તેના ફાયદાઓ કેવા છે તે પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સાંજે 4:30 વાગ્યાથી લઈને સાંજના 7:00 વાગ્યા સુધી ભાવિક ભક્તો અને રાજકોટની આમ જનતાએ ભગવાન સમક્ષ રચવામાં આવેલી હાટડીના દર્શનનો લાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.આ દિવસે ચાતુર્માસ પણ પૂર્ણ થતો હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ નિર્જલ ઉપવાસ કરીને ભગવાન અને સંતને પોતાનું ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.