કોરોનાનાં પાપે સાત માસથી બંધ ૧૫૨ પૈકી

પ્રકૃતિ અને સૌંદર્યનો આનંદ માણવાની સાથે સ્વાસ્થ્યની પણ કાળજી રાખવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની અપીલ

કોરોનાનાં કારણે ગત માર્ચ માસથી શહેરના ૧૫૨ બગીચાઓ બંધ છે.દરમિયાન કાલથી રેસકોર્સ સહિતના ૨૨ બગીચાઓ કાલથી ખુલશે. જો કે  બાળકો અને વૃધ્ધો માટે પ્રવેશબંધી રહેશે.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે,ગુજરાત સરકારના આદેશ મુજબ કાલથી શહેરના બગીચાઓ શરતો અને નિયમો સાથે ખુલ્લા મુકવામાં આવશે.

મ્યુનિ. કમિશનર વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા શહેરીજનોએ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. બાગ-બગીચા ખુલતા પ્રકૃતિ અને સોંદર્યનો આનદ માણવાની સાથોસાથ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે.

કાલથી મુખ્ય બાગ-બગીચા ખુલ્લા મુકવામાં આવશે જેમાં રેસકોર્ષ સંકુલ, આજી ડેમ બગીચા, ચંદ્રશેખર આઝાદ ઉધ્યાન, શહીદ વીર ભગતસિંહ ઉધ્યાન, મંગલ પાંડે ઉધ્યાન અને સામેનો બગીચો, લાલબહાદુર શાસ્ત્રી ઉધ્યાન, ન્યુ બાલ મુકુન્દ ઉધ્યાન, તાત્યાટોપે ઉધ્યાન, દીપ્તિનગર ઉધ્યાન, શ્રધ્ધા સોસાયટી ગાર્ડન, જ્યુબિલી બાગ, થીમ પાર્ક બજરંગ વાડી, જનતા બાગ, શ્યામજી કૃષ્ણ વર્મા ઉધ્યાન, મધુવન પાર્ક, ગુરુદેવ પાર્ક, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, ગુજ. હા. બો. ૧  ૨ બગીચા, માલવિયાનગર, કૃષ્ણનગર બગીચા અને નારાયણ નગરનો સમાવેશ થાય છે.

બગીચાઓ  સોશ્યયલ ડીસ્ટન્સીંગના ચુસ્તપણે પાલન તેમજ માસ્કનો ફરજીયાત પણે ઉપયોગ કરવાનો રહેશે. સેલ્ફ સેનિટાઇઝેનનો ઉપયોગ હિતાવહ છે. તેમજ કોવિડની ગાઇડ લાઈન્સનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

બગીચાઓ જાહેર સ્થળ હોય, તેનો સમય સવારે ૬ થી ૧૨ તથા બપોરે ૩ થી સાંજના ૭  સુધી જ ખુલ્લા રહેશે. બગીચાઓ  હાલની સ્થિતીમાં ૬૫ વર્ષથી વધુ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમર વાળા પ્રવેશ ન કરે. સાથોસાથ અન્ય નાગરિકો બગીચા વિસ્તારના બાકડા તેમજ અન્ય સાધનોનો ઉપયોગ ન કરે તેવી અપિલ  કરાય છે.

બગીચા વિસ્તારમાં સમૂહમાં ભેગુ થવુ, સમુહમાં બેસવુ કે ચાલવુ નહી. ફરવા આવતા નાગરિકોને એક માર્ગિય રસ્તાનો ઉપયોગ કરવો.

બગીચાઓ વિગેરે જાહેર સ્થળ હોય, જાહેરમાં થુકવું, પાન, ફાકી, માવાના સેવન અને ધુમ્રપાન કરવું, ખાધ્ય પદાર્થો તેમજ પાલતું પ્રાણીઓ લાવવા તેમજ જાહેરમાં ગંદકી કરવી, ફેરીયા કે દુકાનદારો એક યા બીજી રીતે સામન વેંચી કે વેંચાવી શકશે નહીં. આવુ માલુમ થયે દંડનિય કાર્યવાહી / વહિવટી ચાર્જ વસુલાત કરવામાં આવશે.

નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને દરેક નાગરિકોએ સ્વયંભુ આ બાબતોએ શિસ્ત જાળવવાનું રહેશે. અન્યથા દંડનિય કાર્યવાહી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.