ધોરાજી, જામકંડોરણા અને જેતપુરમાં દરોડાથી સકુનીઓમાં ફફડાટ: રૂ.૧.૬૦ લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની બદી ડામવા જિલ્લા પોલીસવડાએ આપેલી સુચનાને પગલે ધોરાજી, જામકંડોરણા, જેતપુરમાં સ્થાનિક પોલીસે દરોડા પાડી ૨૨ જુગારીઓને ઝડપી લઈ રૂ.૧.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ધોરાજી કોલેજ ચોક, શ્રેયા એપાર્ટમેન્ટ પાસે જુગાર રમતા ચેતન ડેડકીયા, વિમલેશ કોરાટ, વિપુલ સોજીત્રા, સુરેશ રાખોલીયા, મિતેશ વાઘેલા, નીતીન ગોહેલ અને ચિરાગ માવાણીની ધરપકડ કરી રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામકંડોરણાના ગુંદાસરી ગામે જાહેરમાં જુગાર રમતા ઈકબાલ ગાળા, ઈમ્તીયાઝ સંધી, મુંઝા રબારી, ઘુસા પાદરીયા, સોહિલ ખલીફા, સલીમ સંધી, હાજા રબારી, હારૂન સંધી અને રમેશ પટેલને ઝડપી લઈ રૂ.૨૮૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જયારે જેતલસર ગામે જુગાર રમતા વિજય મકવાણા, પ્રવિણ મકવાણા, જીતુ મકવાણા, ચંદુ ચારોલીયા, રાકેશ ગોહેલ અને જીતેશ ખાટની ધરપકડ કરી રૂ.૧૭૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.