ર૦૩૦ સુધીનાં ટુંકા ,મઘ્યમ અને લાંબા ગાળાના આયોજન થકી દૂરોગામી અસરો જોવા મળશે, શિક્ષણ, આરોગ્ય સાથે વિવિધ શોધ સંશોધન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની બોલબાલા હશે
નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ આવી રહી છે. હવેની આ સદીના આગામી ૧૦ કે ર૦ વર્ષો વિકાસની હરણ ફાળ માટે અતિ મહત્વના છે. દેશનાં વિકાસમાં સૌથી અગત્યની બાબત શિક્ષણ, આરોગ્ય છે. લોકોને ગુણવત્તાસભર જીવન મળે સાથે પોતે શિક્ષણ લઇને તેનો તંદુરસ્ત વિકાસ આપણે દેશ વિકાસ કરી શકશે. આગામી ૧૦ વર્ષ સૌથી મહત્વના રહેશે. નોલેજ જ કરન્સી ગણાશે, જ્ઞાનની સદી સાથે સ્કીલબેઝ એજયુકેશન લેતા છાત્રો નવા ઇનોવેશન કરીને વિશ્ર્વભરમાં દેશનું નામ રોશન કરશે.
માનવીય અને લાગણી શીલ સમાજના નવરચના અને છેવાડાના માનવીનું ઉત્થાન સાથે ખેતી, સિંચાઇ, સ્વચછતા, શિક્ષણ અને વિવિધ કૌશલ્યો સાથે આરોગ્ય, પાણી જેવા પ્રશ્ર્ને લાંબા ગાળાના આયોજનથી લોકોની સુખાકારીમાં વધારો થશે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી તો આ વર્ષના અંત સુધીમાં ખતમ થઇ જશે પરંતુ ટી.બી, કેન્સર, એઇડસ જેવા જીવલેણ રોગોને પણ અંકુશ કે રસી શોધવા જહેમત ઉઠાવી પડશે.
આવનારા ૧૦-૧પ કે ર૦ વર્ષમાં નવા આવિસ્કારો જોવા મળશે. આજે ઓનલાઇનનો જમાનો ચાલે છે. આગામી દિવસોમાં પ-જી – ૬-જી જેવા હાઇસ્પીડ નેટ સાથે ઇન્ફરમેશન ટેકનોલોજીનો યુગ હશે. લોકો આંગળીના ટેરવે દુનિયાના ગમે તે છેડે બેસીને સમગ્ર વિશ્ર્વ સાથે લાઇવ રહી શકશે. રોબોટીક દુનિયામાં માણસનું તમામ કાર્યો વગર માણસે થવા લાગશે તો અદ્યતન ઓટોમેટીક મશીનો ઓવર ઉત્પાદન કરીને અર્થતંત્રને મજબુત બનાવશે, સૃષ્ટિ વિનાશની કેટલીય આગાહીઓ થઇ પણ આપણે હજી છીએ. સૌથી વધુ ચિંતા ગ્લોબલ વોમિંગની છે, માનવ ઇતિહાસમાં ન જોયા કે સાંભળ્યા હોય તેવા ફેરફારો આપણી નજર સમક્ષ આ સદીમાં થવાના છે.
સોશ્યલ મીડિયા, બહુ ઉપયોગી રોકેટ, કેટસ્યુલ એન્ડોસ્કોપી, બ્લોકચેન ટેકનોલોજી, નેનો ટેકનોલોજી, ક્રિપ્ટોકરન્સી, નવી નવી મોબાઇલ ઓપરેટીંગ સીસ્ટમ, કડી પ્રીન્ટીંગ, જીન એડીંટીંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ડ્રાઇવર વગરની કાર વિગેરે આપણી સાથે રૂટીંગ લાઇફમાં જોડાઇને માનવવિકાસમાં અતિ મહત્વનો ભાગ ભજવશે, આ સદીમાં અંતરિક્ષને માનવી જીતે લેશે. વિકસતા વિશ્ર્વમાં બધુ જ મળી શકશે પણ શાંતિ મળશે નહી ત્યારે માનવી આઘ્યાત્મીકતા તરફ ઢળશે, બહારના વિશ્ર્વને જાણવા વિજ્ઞાન અને ભૌતિક રસાયણ, જીવવિજ્ઞાન, જીવ, વનસ્પતિ, ખગોળ વિજ્ઞાન, ગણિત આપણી આંખો ખોલી નાખશે, આ બધાની વચ્ચે માનવી સતય અને પરમાત્મા તરફ પણ ઢળશે, આપણાં પર્યાવરણ પર આપણે જ કુહાડો લગાવીને નાશ કરી રહ્યા છીએ.
પર્યાવરણનું સંવર્ધન નહી કરીએ તો આ સદીના અંત સુધીમાં સૃષ્ટિનો વિનાશ નોતરશે, આપણે ૧૯૭૪ થી પમી જાુને વિશ્ર્વ પર્યાવરણ દિવસ ઉજવતા આવ્યા છીએ., એક સર્વે મુજબ ૧૮૮૦ થી ૨૦૧૩ સુધીમાં ભારતમાં ૪૦ ટકા જંગલો કપાતો ત્યાં નવા ગામે શહેરો બન્યા ભારત દર વર્ષે પ્રદુષણને કારણે ર લાખ કરોડ રૂપિયાનું નુકશાન ઉઠાવે છે. દર ૮ સેક્ધડે એક બાળક ગંદુ પાણી પિવાથી મૃત્યુ થાય છે. અમુક શહેરોમાં શ્ર્વાસ લો તે ૧૦૦ સિગારેટ પીવા બરોબર છે.
આગામી દશકામાં શિક્ષણમાં શિક્ષણમાં અતિ મહત્વના ફેરફારો જોવા મળશે. હવેનું શિક્ષણ ખાલી જ્ઞાન પુરતું, સિમિત નહી રહે પણ છાત્રોમાં અભિક્ષમતાઓનો વિકાસ કરીને આવનારી ચુનૌતિઓનો સામનો કરવા સક્ષમ બનાવશે. શિક્ષકો પણ સજજતા કેળવીને છાત્રોના સર્ંવાગી વિકાસ બાબતે વિશેષ રૂપથી કાર્યરત રહેશે. જીવન કૌશલ્યોનો વિકાસ થતાં છાત્રો પ્રગતિ કરશે. આધુનિક ભારતમાં શિક્ષા પ્રણાલી વિશ્ર્લેષણાત્મક, કૌશલ અને ચિંતન આધારીત હશે. છાત્રોએ મેળવેલ જ્ઞાનનો સાચો ઉપયોગ કરીને તેના ઉજવલ ભવિષ્ય કેરીયર માટે પાયો હશે દેશની ૬૫ ટકા વસ્તી ૩પ વર્ષથી નાની છે.
આગામી ર૦ વર્ષમાં શિક્ષણ, શાળા, કોલેજોના સંકુલોમાં આમુલ પરિવર્તન આવશે. જીવન મૂલ્યો આધારિત શિક્ષણ સાથે સ્કોલબેઝ અને આઇ.ટી. ક્ષેત્રે છાત્રો વિકાસ થતાં તેના કવોલીટી ઓફ લાઇફમાં સુધારો જોવા મળશે. માનવ પ્રતિભા અને બુઘ્ધીમતાના લાભથી મોટો ઉઘોગના વિકાસથી દેશના અર્થતંત્રમાં સુધારો આવશે. આજે પણ વિશ્ર્વભરમાં આપણાં છાત્રો વૈજ્ઞાનિકો કે આઇ.ટી. ક્ષેત્રના શ્રેષ્ઠ છાત્રોની બોલબાલા છે.
આપણો દેશ ર૧મી સદીમાં જ્ઞાન અને અર્થવ્યવસ્થામાં ઉભરી રહ્યો છે. નવાવિચારોને કારણે ઇમોવેશનથી ઉચ્ચ શિક્ષણ મેળવીને છાત્રો સફળતા હાંસલ કરશે. આપણાં દેશે કેનેડા, ફિનલેંડ, ઇઝરાઇલ, ઇટાલી, કોરીયા, સ્પેન, સ્વીડન અને ઇગ્લેન્ડ જેવા દેશો સાથે જોડાણ કરેલ છે. નવા વિચારો સાથે દેશ એક શ્રેષ્ઠ યાત્રા સાથે આવનારા ૧૦ વર્ષમાં પ્રગતિ કરીો ટોચ ઉપર હશે. આગામી ૧૦ વર્ષમાં દેશ વિશ્ર્વને સૌથી વધારે મેન પાવર આપશે.
આવનારા ર૦ વર્ષો ચુનૌતિ વાળા હશે. તેને નિપટવા માટે શ્રેષ્ઠ અઘ્યાપકો તૈયાર કરવા પડશે. શિક્ષક ધર્મ બજાવીને શ્રેષ્ઠ નાગરીકો એ જ તૈયાર કરી શકે છે, ઉચ્ચ શિક્ષણ માટે આપણે સતત નવું નવું કરવું જ પડશે. પાઠયક્રમની ડિઝાઇન, પ્રોજેકટ આધારીત શિક્ષણ, સહકર્મી અને સમુહ મૂલ્યાંકન નિધી સંગ્રહ અને સંસ્થાકિય નેટવર્કની ક્ષમતા વધારીને કુશળતા હાંસલ કરવી પડશે. ઉચ્ચ શિક્ષણમાં શિક્ષક અને શિક્ષણનીગુણવત્તાની આવશ્યકતા ઉપર ભાર મુકવો પડશે. દેશની આઇ.આઇ.ટી. સંસ્થાઓએ વિશ્ર્વભરમાં અલગ ઓળખ ઉભી કરી છે.
આગામી ૨૦૩૦ કે ૨૦૪૦-૨૦૫૦ સુધી ઘણાં લક્ષ્યાંકો સિઘ્ધ કરવા આપણે સિમા બાંધીને તેના લક્ષ્ય માટે કાર્ય શરુ કરી દીધેલ છે. ત્યારે એક નાગરીક તરીકે આપણી ફરજ નિભાવીએ એ પણ એટલું જ જરુરી છે. શોધ, સંશોધનો, વિકાસ, વ્યવસ્થા, જયારે આપણને મળે છે ત્યારે એના માટે પણ દિવસ-રાતની કોઇની મહેનત હોય છે એ ભુલવું જોઇએ.