લોકડાઉનમાં છુટછાટ મળ્યા પછી જૂનાગઢ જિલ્લામાં જી.આઇ.ડી.સી સહિત કુલ ૪૧૨ ઐાદ્યોગિક એકમો ધમધમતા થયા છે. જેમાં દેશ ઉપરાંત વિદેશમાં એક્સપોર્ટ કરતા ઓસ્ટીન બેરીંગ, મેક્સ, ગદરે મરીન સહિતનો સમાવેશ થાય છે.
લોકડાઉનમાં સૌથી મોટી સમસ્યા લોકોને રોજગારી મળવાની હતી. આથી જિલ્લા વહિવટી તંત્રએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવાઇ અને આરોગ્યનાં વિષયક ગાઇડ લાઇનનાં પાલન સાથે ઐાદ્યોગીક એકમો શરૂ કરવાની મંજુરી આપી હતી. જૂનાગઢ જિલ્લામાં એેગ્રીકલ્ચર બેઇઝ સીંગદાણા, ઓઇલ મીલો, જીનીંગ પ્રોસેસીંગનાં વધુ એકમો છે. ઉપરાંત પ્લાસ્ટીક પ્રોડક્ટ્સ કરતા પણ યુનિટો છે. આ યુનિટમાં ૪૨૦૦થી વધુ લોકોને રોજગારી મળે છે.