રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૬૪૭ વાહન ડીટેઇન કરાયા
કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૧૭ મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે ગતરાતે લોક ડાઉનનો ભંગ કરી રખડવા નીકળેલા સૌરાષ્ટ્રના ૮૧૨ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૬૪૭ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ શહેરના ભૂતખાના ચોક, જ્યુબીલી શાક માર્કેટ અને દાણાપીઠ પાસેથી ૩ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પારેવડી ચોક, જૂના માકેર્ટીંગ યાર્ડ, મોરબી રોડ જકાત નાકા, સેટેલાઇટ ચોક અને પટેલનગર પાસેથી ૯ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ભાવનગર રોડ, ચુનારાવાડ ચોક, મયુરનગર અને આજી ડેમ ચોકડી પાસેથી ૧૨ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. નાગરિક બેન્ક ચોક અને મક્કમ ચોક પાસેથી બે શખ્સોની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. તરઘડીયા, કુવાડવા ગામ અને રામપર પાસેથી ૭ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. આજી ડેમ ચેક પોસ્ટ પાસેથી ૩ શખ્સોની આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. રામેશ્ર્વર પાર્ક, પંચવટી મેઇન રોડ, અક્ષર માર્ગ, મવડી રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, નાના મવા રોડ અને ચંદ્રેશનગર પાસેથી ૧૧ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપક છે. જંકશન પ્લોટ પાસેથી ૧ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. લાખનો બંગલો અને એસ.કે.ચોક પાસેથી ૫ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. પાટીદાર ચોક પાસેથી ૧ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. શિતલ પાર્ક, સાધુવાસવાણી રોડ અને જનકપુરી સોસાયટી પાસેથી ૮ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૫ પોલીસ મથકના સ્ટાફ અને ટ્રાફિક બ્રાન્ચે ૪૯૩ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી ૭, લોધિકા ૮, જામકંડોરણા ૯, જેતપુરમાં ૨૦, વિરપુર ૨, પડધરી ૪, ગોંડલમાં ૪૪, ઉપલેટામાં ૧૬, ભાયાવદરમાં ૧૨, પાટણવાવ ૬, ભાડલામાં ૬, આટકોટમાં ૧૦ અને શાપરમાં ૧૮ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
બોટાદમાં ૩૯, દેવભૂમિ દ્વારકામાં ૨૨, ગીર સોમનાથમાં ૪૧, પોરબંદર ૫૮, મોરબીમાં ૯, ભાવનગર ૧૬૩, સુરેન્દ્રનગર ૨૫, જૂનાગઢમાં ૧૭૨, જામનગર ૩૯, અને અમરેલી ૬૮ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૬૪૭ વાહન ડીટેઇન કર્યા છે.