ભારતીય અર્થતંત્રના પાયાના પરિમાણ ગણાતા બેન્કિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ કલ્ચર અને વૈશ્ર્વિક સ્તરની બેન્કિંગ પ્રણાલીને પ્રમોટ કરવા માટે દેશમાં મોટી બેંકોમાં નાની બેંકોનું મર્જર કરવામાં આવી રહ્યું છે. આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં બેંકોની પરિસ્થિતિ અંગે અપાયેલા જવાબમાં 10 જાહેર ક્ષેત્રની બેંકોની કુલ 2118 શાખાઓ દાયકામાં કાંતો બંધ કરી દેવામાં આવી છે અથવા તો મોટી બેંકમાં મર્જર કરી દેવામાં આવી છે. સૌથી વધુ પ્રમાણમાં શાખાઓ બંધ કરવામાં બેંક ઓફ બરોડા સૌથી આગળ છે. કુલ 1283 શાખાઓ બંધ અથવા તો મર્જ કરવામાં આવી છે. નિમુંચના રહેવાસી આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડે માંગેલી માહિતીમાં જવાબ દેવામાં આવ્યો છે.
દાયકામં ગત નાણાકીય વર્ષ દરમિયાન બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંકની એકપણ શાખા બંધ થઈ નથી. સરકાર હસ્તકના 10 જાહેર સાહસોની બેંકોને ગયા વર્ષે જ 4 બેંકોમાં મર્જર કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય કૃત બેંકોની સંખ્યાનો આંકડો 12એ પહોંચાડવામાં આવ્યો હતો. અખીલ ભારતીય બેંક કામદાર મહાસંઘના મહાસચિવ સી.એચ.વૈંકટ ચલમે જણાવ્યું હતું કે, જાહેરક્ષેત્રની બેંક ઉદ્યોગ અને ઘરેલું અર્થતંત્ર સાથે કોઈ ખાસ લાભ નથી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે બેંકોની શાખાઓ વધારવાની જરૂર છે. દેશમાં વધતી જતી વસ્તીને લઈને બેંકની શાખાઓ ઘટાડવી ન જોઈએ. બેંકોની શાખા ઘટાડવાથી બેંક કર્મચારીઓની રોજગારીની તકો ઓછી થતી જાય છે. બેન્કિંગ ક્ષેત્રમાં યુવા વર્ગને વધુ તણાવ ઉભો થતો દેખાય છે. નાણાકીય
વર્ષ દરમિયાન કુલ 218 બ્રાંચો કાંતો બંધ કરી દેવામાં આવી અથવા તો મોટી બેંકોમાં મર્જ કરી દેવામાં આવી હોવાનું માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી વિગતોમાં જવાબ આપવામાં આવ્યો હતો.