દક્ષિણ મામલતદાર કચેરી વિસ્તાર હેઠળની સોસાયટીઓના લાભાર્થીને કબ્જા હકક અપાશે

રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુએલસી ફાજલ જમીનો પર રહેણાંક બાંધકામ કરી લેનાર આસામીઓને રાજય સરકાર દ્વારા ખાસ કાયદા તળે કબજા આપવા નિર્ણય કર્યાને પગલે અગાઉ અનેક આસામીઓને કબજા હકક આપી દેવાયા છે. ત્યારે આગામી ૧૭મીના રોજ વધુ ૨૧૧ આસામીઓને યુએલસી ફાજલ જમીન પર કરવામાં આવેલા બાંધકામને રેગ્યુલાઈઝડ કરી સનદો આપવામાં આવશે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુએલસી ફાજલ જમીનો પર ગેરકાયદેસર રીતે ઉભા યેલા બાંધકામોને રેગ્યુલાઈઝડ કરવા સરકાર દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે અને પ્રમ તબકકે રહેણાંક હેતુઓ માટે બાંધકામ યા હોય તેવા બાંધકામોને રેગ્યુલાઈઝડ કરવામાં આવી રહ્યાં છે જે અંતર્ગત દક્ષિણ મામલતદાર કચેરીના તાબા હેઠળના વિસ્તારમાં આવેલી જુદી જુદી સોસાયટીઓના ૨૧૧ આસામીઓના બાંધકામોને રેગ્યુલાઈઝડ કરી કબજા હકક આપવામાં આવશે.વધુમાં આગામી તા.૧૭મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની મુલાકાતે છે ત્યારે દક્ષિણ મામલતદાર કચેરી અને યુએલસી વિભાગ દ્વારા આવા ૨૧૧ લાભાર્થી રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમમાં સનદોનું વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.