દ્રુપદ મિસ્ત્રી અને તેમના બે મિત્રો ૧૪ દેશમાં થઈને લંડનથી અમદાવાદ પહોંચ્યા
યુ.કે.થી ભારત સામાન્ય રીતે વિમાન થકી જ મુસાફરી કરાય પરંતુ એક ગુજરાતીએ યુ.કેથી ભારત પહોચવા માત્ર પબ્લીક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કર્યો !!!
૧૪ દેશ અને ૨૧૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને દ્રુપદ મિસ્ત્રી યુકેથી ભારત પહોચ્યા તેમાં તેમના બે મિત્રો રાહુલ અને વનીતાએ પણ તેમને સાથ આપ્યો તેમણે યુકેથી ભારત આવવા બસ, ટ્રેન, ટેકસી અને ઉંટમાં મુસાફરી કરી હતી.
અસલમાં દ્રુપદ મિસ્ત્રી લંડનમાં ડિઝાઈન ક્ધસલ્ટન્ટ છે. હવે તેઓ સ્વદેશી પરત આવીને અહી જ સેટલ થવા માગે છે. પરંતુ તેમણે નકકી કર્યુ હતુ કે હવે ભારતમાં સેટલ થવા જઈ રહ્યો છું તો માત્રને માત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરીને ભારત પહોચવું છે. તેમના આ મનસૂબામાં તેમના મિત્રોએ સાથ આપ્યો.
આ ત્રણેય મુસાફરોએ તેમની મુસાફરી ૨૫મી મે ૨૦૧૭ના રોજ શ‚ કરી હતી. તેઓ હવે છેક ભારત આવ્યા છે. સાઈબિરિયા, મોંગોલિયા, ચીન, બિજિંગ, આરબ દેશ વિગેરે પાર કરીને લંડનથી ભારત પહોચ્યા.
પબ્લિક ટ્રાન્સપોર્ટ થકી મુસાફરીનો અનુભવ વાગોળતા મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે ૯૦૦ પાઉન્ડ બિજિંગમાં ચોરાઈ ગયા ચીનના વિઝા અધિકારીઓએ મારા ભારતીય મૂળને લઈને મને થોડી પરેશાની કરી મોંગોલિયા, ચીન બોર્ડર પાર કરતા ‘પરસેવો’ વળી ગયો!!! અંતે તિબેટ થઈને ભારતમાં મિસ્ત્રી અને તેમના મિત્રો પબ્લિક ટ્રાન્સપોર્ટ થકી ભારતમાં પ્રવેશ્યા હતા.
આ છે એક ગરવા ગુજરાતીની ગાથા: યુકેથી ભારત ૧૪ દેશ અને ૨૧૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને પબ્લિક ટ્રાન્સપોર્ટ થકી પહોચ્યા છે. દ્રુપદ મિસ્ત્રી અને તેમના લંડનના મિત્રો રાહુલ અને વનીતા. વેલ કમ ટુ ઈન્ડિયા, વેલ કમ ટુ ગુજરાત.