રાજકોટ-મહાનગરપાલિકાના અર્બન મેલેરિયા વિભાગના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી.શહેરમાં મેલેરિયા વિભાગની કામગીરી કરતા કુલ 210 કર્મચારીઓ રાજકોટ મહાનાગર પાલિકા કચેરી ખાતે હડતાલમાં જોડાયા.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર એ જણાવ્યું કે 12 કલાક માં જે મેલેરિયા વિભાગના કર્મચારીઓ કામ પર હાજર નહિ થાય તમને નોકરીમાં માંથી સસ્પેન્ડ કરવામાં આવશે.
સરકારના પરિપત્ર મુજબ પગારધોરણ આપવાની માંગ સાથે હડતાલ કરાઈ રહી છે,ચોમાસા દરમિયાન જ મેલેરીયા કર્મચારીઓની હડતાલ પડતા શહેરમાં રોગચાળો વધવાની શક્યતા જણાઈ રહી છે.ડેન્ગ્યુ અને મેલેરિયા વિરોધી તમામ કામગીરી હાલ અટકી પડી છે.