પડધરીના 6, ઉપલેટાના 3, કોટડા સાંગાણીના 4, લોધિકાના 4 , ગોંડલના 2 અને રાજકોટના 2 રસ્તાઓ ઉપર જળસપાટી જોખમી બનતા બંધ થઈ ગયા
અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લામાં મેઘતાંડવના પગલે 21 રોડ બંધ કરવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પડધરીના 6, ઉપલેટાના 3, કોટડા સાંગાણીના 4, લોધિકાના 4 , ગોંડલના 2 અને રાજકોટના 2 રસ્તાઓ ઉપર જળસપાટી જોખમી બનતા બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યુ છે.
રાજકોટ જિલ્લામાં ગત રાતથી જ સાંબેલાધાર વરસાદ વર્ષી રહ્યો છે. જેને કારણે નદી- નાળા, તળાવ અને ડેમો છલકાઈ ગયા છે. જિલ્લાના અનેક ડેમોમાં પાણીની ભારે આવક હોય દરવાજા ખોલીને પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે. જેના કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા બંધ થઈ ગયા છે. જિલ્લા તંત્ર તરફથી મળતી વિગત અનુસાર જિલ્લામાં 21 રોડ રસ્તા બંધ થઈ ગયા છે.
પડધરી તાલુકામાં ખજૂરડી- ખોડાપીપર રોડ, રંગપર- સરપદડ રોડ, પડધરી-બોડીઘોડી-સરપદડ રોડ, બોડીઘોડી-મોટા રામપર રોડ, નારણકા-આણંદપર રોડ, મૌવૈયા- પડધરી-અડબાલકા રોડ બંધ થઈ ગયો છે. જ્યારે ઉપલેટા તાલુકામાં ગઢડા એપ્રોચ રોડ, પાનેલી-સાતવડી રોડ, મોજીરા-ભાંખ-કલારિયા રોડ બંધ થઈ ગયો છે.
કોટડા તાલુકામાં એચએસ-રામોદ-સાંઢવાયા રોડ, કરમાળ-પીપળીયા-બગદડીયા-દેતલીયા રોડ, એનએચ-હડમતાળા રોડ, એનએચ- હડમતાળા રોડ અને નવી મેંગણી- પાટીયાળી રોડ તેમજ લોધિકા તાલુકામાં એનએચ- કાંગશીયાળી- ઢોલરા- વીરવા- ખાંભા- માખાવડ, એનએચ- દેવડા એપ્રોચ રોડ, હરિપર- તરવડા રોડ અને પાળ -ઢોલરા રોડ બંધ થયો છે. જ્યારે ગોંડલ તાલુકામાં ગોંડલ- વોરાકોટડા રોડ, સુરેશ્વર- ધારેશ્વર રોડ તેમજ રાજકોટ તાલુકામાં ખોખડદડ- પડવલા રોડ અને ગૌરીદડ- રતનપર રોડ બંધ થઈ ગયો છે.