રાજકોટ, જામનગર, ભાવનગર અને ગીર સોમનાથના અધિક જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓનાં પે-સ્કેલમાં કરાયો વધારો
રાજયનાં ૨૧ જીએએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. દિવાળી પૂર્વે જ આ અધિકારીઓને પ્રમોશન આપી તેઓનું પે સ્કેલ લેવલ ૧૨ને બદલે ૧૩ કરવામાં આવ્યું છે
રાજયનાં જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૧ જીએએસ અધિકારીઓના પે સ્કેલમાં વધારો કર્યો છે. આ અધિકારીને પે સ્કેલ ૧૨ (.૭૮,૮૦૦થી ૨,૦૯,૨૦૦)ને બદલે હવે પે સ્કેલ ૧૩ (૧,૨૩,૧૦૦-૨,૧૫,૯૦૦)નો લાભ આપવામાં આવશે. ગાંધીનગરના સીવીલ સપ્લાયસ કોપો.લી.નાં જનરલ મેનેજર પી.આર. રાણા, સુરતનાં ડે. મ્યુનિસિપલ કમિશ્નર એન.વી. ઉપાધ્યાય જીપીએસસીનાં જોઈન્ટ સેક્રેટરી એ.આર. શાહ, રાજકોટ અધિક જીલ્લા કલેકટર પી.બી. પંડયા, દાહોદ અધિક જીલ્લા કલેકટર એમ.જે. દવે, નર્મદા અધિક જિલ્લા કલેકટર એચ.કે. વ્યાસ, જામનગર અધિક જિલ્લા કલેકટર આર.વી. સરવૈયા, વડોદરાના સરદાર સરોવર પુનરવસન એજન્સીનાં ડે. કમિશ્નર વાય.એમ. કડ, સુરત રીજનરલ મ્યુનિપાલ્ટીસ કમિશ્નર કચેરીના અધિક કલેકટર જી.બી. મુગલપરા, સુરેન્દ્રનગર ડીઆરડીએનાં ડીરેકટર એસ.એલ. શાહ, આણંદના અધિક જિલ્લા કલેકટર પી.સી. ઠાકોર, ભાવનગરનાં અધિક જિલ્લા કલેકટર યુ.એન. વ્યાસ, ગીર સોમનાથના અધિક જિલ્લા કલેકટર જે.એસ. પ્રજાપતી, અમદાવાદના ગુજરાત બીલ્ડીંગ એન્ડ અધર ક્ધટ્રકશન વર્કસ વેલ્ફેર બોર્ડના મેમ્બર સેક્રેટરી બી.એમ. પ્રજાપતિ, અમદાવાદનાં ડે. મ્યુ. કમિશ્નર જી.એચ. સોલંકી, વી.કે.મહેતા, ગાંધીનગરના ટ્રાન્સ્પોર્ટ કમિશ્નર ઓફીસનાં સ્પેશીયલ ડયુટી ઓફીસર જે.એન. વાઘેલા અમદાવાદનાં અધિક કલેકટર એચ.એમ. વોરા, અમદાવાદનાં ડે. મ્યુનિ. કમિશ્નર કે.બી. ઠકકર, સુરતનાં અધિક કલેકટર એસ.ડી. વસાવા અને એનર્જી મીનીસ્ટરનાં પર્સનલ સેક્રેટરી વાય.પી. જોશીને પ્રમોશન મળ્યું છે.