અબતક સાથેની ખાસ ચર્ચામાં જોડાયા હતા 21 દિવસ મુવી ના દિગ્દર્શક કુશ બેનકર. તેઓએ ફિલ્મના નિર્માણ વખતે ની ઘણી વાતો સાથે તેમની આ ક્ષેત્ર માટેની રાહની પણ વાતો કરી હતી. જેમાં ખાસ તેઓએ પોતાની કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર તરીકેની સફર અને મુશ્કેલીઓમાંથી પરે થઈને તેઓએ જે રીતે પોતાની રાહ કંડારી છે તેની વાત કહી હતી. સાથે જ 7 એપ્રિલ ના રોજ આવનારી મુવી 21 દિવસ આપ સર્વે નજીકના સિનેમા ઘરોમાં અચૂકથી જોવા જાવ તેવી પણ અપીલ કરી હતી કારણ કે 21 દિવસ એટલે હર મુશ્કેલીઓની ક્ષણોને ફેરવી દે રમુજી ક્ષણોમાં.
પ્રશ્ન : કોરિયોગ્રાફર અને ડિરેક્ટર તરીકેની તમારી સફર કેવી રહી ? શરૂઆત ક્યાંથી કરી ?
જવાબ : હું જૈન પરિવાર માંથી આવું છું અને આપને બધા એ જોયું કે કે બાળક જયારે 5 કે 7 વર્ષનું હોઈ એટલે તેને ડોક્ટર બનવાનું છે કે એંજિનરીય બનવાનું છે . પહેલે થી જ બાળક પાર શિક્ષણ માટે ભાર મુકવામાં આવતો હોઈ છે પરંતુ ખરેખર બાળકને જે ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોઈ તેમાં તેમને આપને પાંખો આપવી જોઈએ. માતા પિતા એવી ઈચ્છા રાખતા હોઈ છે કે તેનું બાળક ભણી ને સારી પોસ્ટ પર પોતાની નામના કરે.. મારી સાથે પણ આવું બન્યું છે. બીજા ને ડાન્સ કરતા જોઈ મને પણ ઈચ્છા થતી કે મારે પણ ડાન્સ કરવો છે ત્યારે મેં એકવાર સ્ટેજ પર બેકસ્ટેજ કામ કરગવાનો મોકો મળ્યો ત્યારે મને ઝાડ બનાવામાં આવ્યો અને કહ્યું કે મારે જાજુ હલવાનું નથી અને બધા સ્ટેજ પરથી ડાન્સ પૂરો કરી નીકળી ગયા તેમ છતાં હું સ્ટેજ પર ઉભો રહ્યો બધા હસવા માંડયા કે આ કેમ આમ ઉભો રહ્યો છે ? કારણકે ડાન્સ તો પૂરો થઇ ગયો છે. અને હું એટલો બધો મારી ભૂમિકામાં રચ્યો પચ્યો હતો કે મને એ ખ્યાલ જ ના પડ્યો કે ક્યારે અમારો ડાન્સ પૂરો થઇ ગયો! બધા જતા રહ્યા પછી એન્કરે મને બાજુ પર બોલાવીને મારુ નામ પૂછ્યું અને જયારે મેં મારુ નામ કહ્યું ત્યારે બધા લોકોએ મને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. ત્યારે મને ખબર પડી કે આ સ્ટેજ શું છે અને જયારે તમે કોઈ સારું કામ કરો છો ત્યારે તમને કેટલો સારો પ્રતિસાદ મેળવી શકો છો! અને ત્યારે 12 વર્ષની ઉંમરે જ મેં નિર્ણય કરી લીધો કે મારે આ જ કામ કરવામાં આગળ વધવું છે અને ત્યારથી જ મારી આ સફરની શરૂઆત થઇ.
પ્રશ્ન : સામાન્ય રીતે માતા-પિતા બાળકોના ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહન આપતા હોય છે. આવી પરિસ્થિતીમાં તમને પણ ઘણી મુશ્કેલીઓનો આવી હશે. તો એ મુશ્કેલીઓનો સામનો તમે કઈ રીતે કરેલો ?
જવાબ : અમારા ઘરમાં તથા જ્ઞાતિમાં ભણતરનું ખૂબ મહત્વ રહેલું છે. તેથી સૌથી પેહલા તો મારા પિતાએ જ મને કહ્યું કે વાણિયાના છોકરાઓ આ કામ ના કરી શકે. પરંતુ મારા માતા મારી સાથે હતા. દસમા ધોરણ સુધી હું વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હતો તેથી ત્યારે મને એવું લાગ્યું કે જો મારે ડાન્સની કલાના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો મારે વિજ્ઞાન પ્રવાહને છોડવો પડશે. આ બાબતને કારણે મારા મમ્મી તથા પપ્પા વચ્ચે ઘર્ષણ થયું. પરંતુ અંતે મારા મમ્મીને કારણે મારા પપ્પા માની ગયા. આ વાત પરથી હું દરેક પરિવારને એ જ કહેવા માંગુ છુ કે જ્યારે આપણે 3 ઈડિયટ્સ જેવી કોઈ ફિલ્મ જોઈએ છીએ ત્યારે એવું વિચારીએ છીએ કે બાળકોને જે બાબતમાં રસ હોય તેમાં જ આગળ વધારવા જોઈએ. પરંતુ જ્યારે વાત આપણા બાળકની આવે ત્યારે માતા-પિતા તે વાતમાથી પાછળ હટી જાય છે. તેથી જ્યારે પણ કોઈ માતા- પિતાએ પોતાના બાળકને ડાન્સ, સ્વિમિંગ કે ગાયન જેવી ઈતર પ્રવૃતિઓ કરવા મોકલે છે અને શાળામાં જ્યારે પરીક્ષા આવે છે ત્યારે તેને 2-3 મહિના રજા રખાવી દે છે જેથી બાળક એકધારું કઈ શીખી શકતો નથી. તેથી હું દરેક માતા-પિતા ને એટલું જ કહેવા માંગીશ કે બાળક ને જે વાત માં રસ છે તે વિષયમાં તે 100% ઊચાઈઓ સર કરશે જ.
પ્રશ્ન : તમારી આગામી ફિલ્મ 21 દિવસ વિશે વાચકોને જણાવો .
જવાબ : એક છોકરી પ્રથમ લોકડાઉન વખતે અમેરિકાથી પોતાના પરિવાર સાથે આવે છે તેથી આ 21 દીવસ દરમિયાન તેમની સાથે કઈ ઘટનાઓ બને છે તેની પર આ ફિલ્મ ની સમગ્ર વાર્તા રહેલી છે. એ સમયગાળો એવો હતો કે જેમાં બહુ જ નકારાત્મક ઘટનાઓ બની હતી. લોકો ઘણા પોતાના ઘરથી દૂર એવા કોઈ શહેરમાં ફસાઈ ગયા હતા તેથી ઘણા લોકો પોતાના ઘરે પાછા ફરવા માટે પ્રયત્નો કરતાં હતા. આ જ સમયગાળામાં આ પરિવારે એક સકારાત્મક ભાવ સાથે લોકો માટે કેવા કેવા કર્યો કર્યા તેનું કોમેડી સાથેની રજૂઆત છે.
પ્રશ્ન: એક દિગ્દર્શક તરીકે તમારું આ પ્રથમ ફિલ્મ છે. તો તમારો અનુભવ કેવો રહ્યો?
જવાબ : અમારા ફિલ્મની ટેક લાઈન છે કે મુશ્કેલીની ક્ષણોને પણ ફેરવી દે છે રમુજી ક્ષણોમાં એવી આ વાર્તા છે. આ એક રમવું છે સાથેની અલગ જ વિષયની ફિલ્મ છે. અમારા કલાકારો જેવા કે આર જઉ ત્રિવેદી, મૌલિક નાયક, પ્રેમ ગઢવી પૂજા ઝવેરી કલ્પેશ પટેલ રાજુ બારોટ ભરત ઠક્કર પૂજા પુરોહિત દીપા ત્રિવેદી આ બધા જ કલાકારોએ 50 થી 100 જેવી મોટી મોટી ફિલ્મો કરી છે અને મારી આ પ્રથમ ફિલ્મ છે તેથી કોઈપણ કલાકારને કંઈક સમજાવવા માટે તેમના ટોનમાં સમજાવવા માટે મારે ઘણી વાર લાગતી હતી. નાના નાના વિષયોને સચોટ રીતે સમજાવવા અને મારે જે જોઈએ છે તે પ્રમાણેનું કામ કરાવવું બહુ મુશ્કેલીનું કામ હતું. પરંતુ બધા જ કલાકારો ખૂબ જ સહકાર આપે છે તેથી મને એવું લાગ્યું જ નહોતું કે અમારી પ્રથમ ફિલ્મ છે પૂજા ગઢવીએ સાઉથ ને દ્વારકા પરની ફિલ્મ કરી છે અને એ મારી ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે કામ કરે છે. તેથી તે લોકોને સમજાવવા નો મારો અનુભવ તથા સમજાઈ ગયા પછી તે લોકોએ ભજવેલી ભજવેલો અભિનય એ ખૂબ જ સારો અનુભવ રહ્યો હતો. થોડીવાર જ્યારે હું કલાકારોને સમજાવી ન શકો ત્યારે એમને એવું થાય કે સર શું કહેવા માંગે છે પરંતુ જ્યારે હું મારી પ્રેમ સેટ કરું એટલે તેમને લાગે કે ખરેખર અદભુત ફિલ્મ થયું છે. પછી ધીરે ધીરે એ મને સમજતા થયા અને દસ દિવસ પછી એવું થયું કે હું છે કંઈ પણ હું છે કંઈ પણ કહું તે તરત જ તેને સમજાઈ જાય.
પ્રશ્ન: ફિલ્મ દરમ્યાન ફિલ્મની ફિલ્મ નિર્માણ દરમિયાન એવી કોઈ વાત કે છે તમે લોકો સાથે વહેંચવા મંગતા હોય.
જવાબ : ચોક્કસ. અમારો એક સીન હતો જેમાં ઘણા બધા દેવાઓ પ્રગટાવવાના હતા અને એ રાતનો સીન હતો. એ શૂટિંગ કરતી વખતે લગભગ બે કલાક પહેલા જ સખત વરસાદ પડ્યો તેથી અમારો આખો સમય પત્રકને ખલેલ પહોંચી હતી. ગુજરાતી ફિલ્મ ઓછા બજેટમાં બનતી હોય છે તેથી જ્યારે સમયપત્રકમાં પહોંચે ત્યારે બજેટમાં પણ ખલેલ પહોંચતી હોય છે અને અમે બહુ જ મોંઘા કેમેરામાં શૂટિંગ કરતા હતા તેથી અમારી એકદમ સરસ રીતે ચાલતી સફર ઉભો થયો. નવ વાગે અમારે શૂટિંગ કરવાનું હતું અને સાત વાગ્યે વરસાદ ચાલુ થયો હતો. જો તે દિવસ નું શેડ્યૂલ કેન્સલ કરીને બીજા દિવસે રાખીએ તો ઘણી મુશ્કેલીઓ પડતી હતી તેથી અમારે તે દિવસના શેડ્યુલ નું શૂટિંગ તે જ દિવસે કરવું પડે તેમ હતું જ્યારે મારી ટીમ એ મને પૂછ્યું કે અમે બ્રેકઅપ કરી દઈએ ત્યારે મેં એમને કહ્યું કે પાંચ દસ મિનિટ રાહ જોઉં અને ત્યાર બાદ હું ઉપર ગયો સખત વરસાદ ચાલુ હતો હું પલળતા પલળતા શાંતિથી આકાશ સામે જોતો હતો લગભગ 10 થી 15 મિનિટ સુધી મેં આ કર્યું અને સંપૂર્ણપણે વરસાદ જ બંધ થઈ ગયો પરંતુ ત્યારે પણ સખત પવન ચાલુ હતો તેથી મને પ્રશ્ન થતો હતો કે આ શૂટિંગ થશે કે કેમ પરંતુ આમ છતાં મેં મારા આર્ટ ડિરેક્ટર ને કહ્યું કે દીવા પ્રગટાવવાનું ચાલુ કરો અને આપણે આગળ જોઇએ જોઈએ કે શું થશે તેથી તેમણે પણ આટલો બધો વરસાદ આવે છે તો આ સીન શૂટ નહીં થઈ શકે તેથી મેં કહ્યું કે ચાલુ તો કરો અને તેમણે બધા જ દીવાઓ નીચે પ્રગટાવવાના ચાલુ કર્યા. મારી ટીમ પણ મૂંઝવણમાં હતી કે આ સીન કઈ રીતે શૂટ થઈ શકે કારણ કે આટલા સખત પવનમાં દીવા પ્રગટાવવા એટલે ઘણા બધા એટેક કરવા પરંતુ ત્યારે જ એક અવિશ્વાસનીય ઘટના બની કે જેવા દેવા ટકાવારના શરૂ કર્યા તરત જ પવન બંધ થઈ ગયો મને તો એમ જ થતું હતું કે આ શું થઈ રહ્યું છે કારણ કે આકાશ તથા પ્રકાશ બંને સિંગ પ્રમાણેનું જ હતું
પ્રશ્ન: ધીરે ધીરે ગુજરાતી ફિલ્મોનો વધી રહ્યો છે તો દર્શકોને તમે શું સંદેશો આપવા માંગશો?
જવાબ : આજે ગુજરાતી ફિલ્મો ખૂબ ઝડપથી આગળ વધી રહી છે કારણ કે આપણે જોઈએ છીએ કે કોઈ પંજાબી કે મરાઠી ફિલ્મ 15 થી 20 દિવસ સુધી ચાલે છે ત્યારે કારણ કે એ લોકોને તેમની ભાષા અને સંસ્કૃતિ માટે સખત માન હોય છે પરંતુ આપણે ગુજરાતીમાં આવી ઘટનાઓ ખૂબ ઓછી જોવા મળે છે ઘણીવાર ઘણા દર્શકો તો એવું જ કહેતા હોય છે કે ગુજરાતી ફિલ્મોમાં શું જોવાનું હોય છે તેના કરતાં હિન્દી ફિલ્મો જોવી સારી છે. ગુજરાતી ફિલ્મોનો ચાર્જ પણ ઓછો હોય છે આમ છતાં તેના દર્શકો ઓછા હોય છે કારણ કે આપણને સૌને આપણી ભાષા માટે માન જ શું છે ઓછું છે પરંતુ હવે શરૂઆત થઈ ગઈ છે તેથી ગુજરાતી ફિલ્મો આગળ વધી રહી છે અમારા જેવા દિગ્દર્શકો આગળ વધી રહ્યા છે અને વિવિધ કલાકારો ગુજરાતી ફિલ્મ બનાવવાની હિંમત કરે છે તેથી હું ગુજરાતી છું તને એ જ કહીશ વાર તો ગુજરાતી ફિલ્મ જોવા છે તો હવે 21 દિવસ ફિલ્મને આવામાં 21 દિવસ ની વાર નથી તો 7 એપ્રિલના રોજ આવી રહી છે 21 દિવસ આવી રહી છે નજીક ના સિનેમા ઘરો માં તો જોવા જવાનું ભૂલતા નઈ.