સમસ્તિ કોળી જ્ઞાતી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળપદા કોળી સમાજના 10માં સમુહ લગ્નમાં રકતદાન કેમ્પ જેવી માનવ સેવા યજ્ઞ પ્રજવલ્લીત કરાશે
અબતકની મુલાકાતે આવેલા સંસ્થાના પ્રમુખ ધીરૂભાઈ હાંડા,જીતેશભાઈ માલકીયા, ધીરૂભાઈ જેસાણી, દિનેશભાઈ અજાડીયા અને પાંચાભાઈ ડાભીએ વિગતો આપતા જણાવેલ કે રાજકોટ શહેરની બાજુમાં આવેલ આણંદપર , નવાગામ મુકામે સમસ્ત કોળી જ્ઞાતિ રામાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપકમે તળપદા કોળી સમાજના 10 મા સમુહ લગ્નનું આયોજન તા.18/1/2023 ના રોજ 21 યુગલોના લગ્ન યોજાશે . આ સમુહ લગ્નની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન રાખેલ છે.
આ સમુહ લગ્નના આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત કોળી જ્ઞાતિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધીરૂભાઇ હાંડા તેમજ ટ્રસ્ટી નારણભાઇ સોલંકી , જીતેશભાઇ માલકીયા , ધીરૂભાઇ જેસાણી , વિજયભાઇ સોલંકી , ગોરધનભાઇ ખમસાણી , રાજેશભાઇ જાપડીયા , દિનેશભાઇ અજાડીયા , દેવશીભાઇ સોલંકી , પાંચાભાઇ ડાભી તેમજ કારોબારી સભ્યો વિનુભાઇ જાપડીયા , મનસુખભાઇ રંગપરા ઉપરાંત નવાગામ , સોખડા , માલીયાસણ રાજકોટ અને આજુબાજુના ગામના કોળી સમાજના આગેવાનો , યુવાનો સતત ચાર મહીનાથી તન – મન – ધન થી સેવા આપી રહયા છે.
તારીખ 18/1 ને બુધવારના રોજ ચામુંડા માતાજીના સાનીધ્યમાં , શીવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, 4/5 સામે , ધારવાળી ખોડીયાર મંદીર રોડ , દિવેલીયાપરા પાસે , આણંદપર નવાગામ , રાજકોટ મુકામે તળપદા કોળી સમાજના 10 મા સમુહ લગ્નના આયોજન માં 21 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે . આ સમુહ લગ્નને દિપાવવા માટે ગુજરાત ના સંતો , મહંતો , સમસ્ત કોળી સમાજના આગેવાનો , યુવાનો , રાજકીય આગેવાનો હાજરી આપશે