રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૨૮૪ વાહન ડીટેઇન કરાયા
કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉન ૪ની ગઇકાલે જાહેરા કરાયા બાદ લોક ડાઉનના ૫૫માં દિવસે લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૮૭૨ શખ્સોની પોલીસે લોક ડાઉનના જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી છે. રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૨૮૪ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ શહેરના જ્યુબીલી શાક માકેર્ટ, રામનાથપરા, ત્રિકોણ બાગ, મક્કમ ચોક અને ભૂતખાના ચોકપાસેથી ૭ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. સમર્પણ પાર્ટી પ્લોટ, સેટેલાઇટ ચોક, શક્તિ સોસાયટી, સંત કબીર રોડ, મોરબી રોડ જકાત નાકા, જય જવાન જય કિશાન સોસાયટી અને ભગવતીપરા પાસેથી ૧૦ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ ચોક, રાજમોતી મીલ, રામનગર ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ૪ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. કોઠારિયા કોલોની પાસેથી ભક્તિનગર પોલીસે ૧ શખ્સોની ધરપકડ કરી છે. અણંદપર અને નવાગામ રંગીલા સોસાયટી પાસેથી ૭ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. દેવકીનંદ સોસાયટી, કોઠારિયા રોડ, વછરાજનગર, સ્વાતિ પાર્ક અને શિવધામ સોસાયટી પાસેથી ૧૩ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. રામનગર શાક માકેર્ટ અને શ્રીનાથજી સોયાયટી પાસેથી ૨ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. જામટાવર ચોક પાસેથી ૧ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. હનુમાન મઢી ચોક પાસેથી ૧ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. પાટીદાર ચોક પાસેથી ૧ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રામાપીર ચોકડી, શિતલ પાર્ક અને રામાપીર ચોકડી પાસેથી ૩ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. થોરાળા, આજી ડેમ અને ટ્રાફિક બ્રાન્ચે ૨૫૪ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી ૨, જામકંડોરણા ૧, ધોરાજી ૬, જેતપુરમાં ૩, લોધિકામાં ૧, ગોંડલમાં ૫, ઉપલેટામાં ૫, ભાયાવદરમાં ૧૪, જસદણમાં ૧૨ અને ભાડલામાં ૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
બોટાદમાં ૨૪, દેવભૂમિ દ્વારકામાં ૨૪, ગીર સોમનાથમાં ૩૮, પોરબંદર ૬૬, મોરબીમાં ૧, ભાવનગર ૧૨૨, સુરેન્દ્રનગર ૨૬, જૂનાગઢમાં ૧૩૫, જામનગર ૨૬, અને અમરેલી ૧૧૮, શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ૨૮૪ વાહન ડીટેઇન કર્યા છે.